ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અને બેલેટ પેપરથી યોજાયું મતદાન

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આગામી તા. 5 મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અને બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું.

બેલેટ પેપર-humdekhengenews

100 ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અપીલ

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક 100 ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલે અપીલ કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રોમાં આગામી તા. 5 મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, જિલ્લામાં 9,000 જેટલાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ કર્મચારીઓને અલગ અલગ ફરજ સોંપવામાં આવેલી છે એવા કર્મચારીઓ ભાઈ-બહેનોને તાલીમ આપવામાં આવેલી છે.

બેલેટ પેપર-humdekhengenews

આ કર્મચારીઓ ઉપરાંત પોલીસ તંત્રના જવાનો, એસ.ટી.ના કર્મચારી તથા દિવ્યાંગ નાગરિકો અને 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકો કે જેમણે પોસ્ટલ બેલેટ માટેની માંગણી કરેલી છે આવા લગભગ 20,000 થી વધારે નાગરિકો અને ફરજ ઉપરના કર્મચારીઓ, અધિકારીઓ પોતાનો મતાધિકાર પોસ્ટલ બેલેટના માધ્યમથી ફેસિલિટેશન સેન્ટર ઉપરથી કરી રહ્યા છે.

પહાડી દાંતા મત વિસ્તારમાં વાયરલેસ સેટ ઉપલબ્ધ કરાવાશે. વિશાળ ક્ષેત્રફળ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં 2613 જેટલાં બુથમાંથી 18 જેટલાં બુથ શેડો એરિયામાં આવે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે પહાડી વિસ્તાર ધરાવતા દાંતા વિધાનસભા મતવિસ્તારમાં વાયરલેસ સેટ અને વિડીયોગ્રાફી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : અગ્રેસર ગુજરાતનો ભાજપનો સંકલ્પ પત્ર જાહેર, જાણો શું છે મુખ્ય હાઇલાઇટ્સ

Back to top button