ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અંબાજી નજીક ઘાટીમાં ટાઇલ્સ ભરેલા ટ્રેલરે પલટી મારી; જાનહાની ટળી

Text To Speech
  • અકસ્માતનો સિલસિલો યથાવત

પાલનપુર : શક્તિપીઠ અંબાજી આવવાના તમામ હાઇવે માર્ગો પહાડી અને ઢળાવ વાળા હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે અંબાજી નજીક આવેલી શીતળા માતા મંદિર જોડે ઘાટી અકસ્માત ઝોન બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે શુક્રવારે રાત્રિના સમયે ફરી એક ટ્રેલરને શીતળા માતા ઘાટી નજીક અકસ્માત નડ્યો છે.

અંબાજી નજીક આવેલી શીતળા માતા ઘાટી જોડે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. ત્યારે શુક્રવારે રાત્રે ફરી એક ટ્રેલરને એજ જગ્યાએ અકસ્માત નડ્યો છે. શીતળા માતા ઘાટી જોડે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ બન્યો છે. તો લોકો શીતળા માતા ઘાટી પર સ્પીડ બ્રેકર મુકવાની માગ પણ કરી રહ્યા છે. રાત્રિના સમયે ગુજરાતથી રાજસ્થાન તરફ જતા ટાઇલ્સથી ભરેલા ટ્રેલરના સ્ટિયરીંગ પરથી ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર ચાલકને ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં સદનબીએ જાનહાની ટળી હતી.

આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકાનું વિરોધપક્ષ છીનવાશે!, રાજકોટ, જુનાગઢ બાદ હવે વડોદરામાં પણ…

Back to top button