ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : થરાદના ગોકુળગામ નજીક ડાલાચાલકે ટક્કર મારતાં ભાભી અને દિયરનું કરુણ મોત

Text To Speech
  • વાવમાં મંદિરની પ્રતિષ્ઠા ની રમેલમાં જઈ રહ્યા હતા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ હાઇવે પર એક જીપડાલાના ચાલકે રોંગસાઇડે સામેથી પર આવી રહેલા થરાદના મલુપુર ગામના દિયર-ભાભીના બાઇકને ધડાકાભેર ટકકર મારી હતી. આથી ગંભીર ઇજા થવાના કારણે બંનેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.પોલીસે નાસી છુટેલા ડાલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદના મલુપુર ગામના પુજાભાઇ મશરૂભાઇ રબારી તથા તેમના પિતરાઇ જોરાભાઇની પત્ની શંકુબેન બન્ને દિયર-ભોજાઇ તેમનું બાઇક નંબર જીજે-01-એમજે-0791 લઇ ઘરેથી વાવમાં માતાના મંદિરની પ્રતિષ્ઠાની રમેલમાં જઇ રહ્યા હતાં. જેમને વાવ-થરાદ હાઇવે પર ગોકુળગામ (ચારડા) ગામના પાટીયા પાસે સામેથી આવતાં પીકઅપ ડાલા નંબર જીજે-24-યુ- 4469 ના ચાલકે પૂરઝડપે રોંગસાઇડમાં હંકારી પુજાભાઇના બાઇકને સામેથી ટક્કર મારી હતી. આથી પુજાભાઇ મશરૂભાઇ રબારી (ઉં.વ.20) ને માથામાં ગંભીર ઇજા તેમજ પેટમાં સળીયો ઘુસી જવાથી તથા શંકુબેન જોરાભાઇ રબારી (ઉં.વ.35) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંન્ને દિયર-ભાભીનાં સ્થળ પર કરૂણ અને કમકમાટી ભર્યાં મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે મૃતકના કાકા મેવાભાઇ રામાભાઇ રબારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે પીકઅપ ડાલુ મુકી નાસી છુટેલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારમાં બે સદસ્યોના આકસ્મિક મોતથી મલુપુર ગામ અને પંથકમાં શોકની લાગણી પ્રસરવા પામી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા: ધાનેરા પાલિકાના શોપિંગમાં દુકાનદારોએ દુકાનો આગળ પતરાં નાખી દબાણ કર્યું

Back to top button