ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ચંડીસર ટેલિફોન એક્સચેન્જમાં તસ્કરો રૂ. 4.83 લાખના વાયર-કાર્ડની ચોરી કરી ગયા

Text To Speech

પાલનપુર: પાલનપુરના ચંડીસર ખાતે આવેલા ટેલિફોન એક્સચેન્જમાં તાળું ખોલી અંદર પડેલા વાયર એક્સચેન્જ કાર્ડ સહિત કુલ રૂપિયા 4.83 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાલનપુરના ચંડીસર ખાતે આવેલા ટેલિફોન એક્સચેન્જમાં 3 મેથી 31 મે દરમિયાન અજાણ્યા શખ્સો એક્સચેન્જમાં પડેલો રૂપિયા 3,61,714નો 800 પેર અંડરગ્રાઉન્ડ (0.4)કેબલ વાયર 521 મીટર તેમજ 800 પેર અંડરગ્રાઉન્ડ (0.5) વાળો કેબલ 48 મીટર રૂપિયા 29,273 તેમજ ટેલીફોન એક્સચેન્જ બિલ્ડીંગનું તાળું ખોલી સ્વીચ રૂમનું તાળું ખોલી ઓસીબીએ એક્સચેન્જ કાર્ડ નંગ 92 રૂપિયા 92 હજાર મળી કુલ રૂપિયા 4,83,087ના મુદ્દામાલની ચોરી કરી હતી.

આ ચોરી ટેક્નિશિયન રાજેન્દ્ર કુમાર જયજયરામ રાજભર રજા ઉપર ઘરે ગયા ત્યારે થઈ હતી. આ અંગે ઇન્ચાર્જ એસડીઓટી હિતેશભાઈ કેશુભાઈ દેસાઈએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં પ્રાઈવેટ સ્કૂલમાં વિદ્યાર્થીને રૂ.20થી 25 હજાર સુધી સ્કોલરશિપ મળશે

Back to top button