ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ટ્રાફિક પોલીસના અણધડ આયોજનથી વકરતી જતી ટ્રાફિકની સમસ્યા

Text To Speech
  • શહેરના મુખ્ય બગીચા સર્કલ પર દરરોજ ટ્રાફિકજામ થાય છે

પાલનપુર : ડીસા શહેરમાં હાઇવે પર એલિવેટેડ ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા ઉકેલાય છે પરંતુ શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. ડીસા શહેરના મુખ્ય બગીચા સર્કલ, ફુવારા સર્કલ તેમજ ભગવતી ચોક અને રીસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે.

શહેરના મુખ્ય બજારોમાં સવારે ૮:૦૦ થી સાંજે ૬-૦૦વાગ્યા સુધી મોટા વાહનોનું પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી, તેમજ ટ્રાફિક પોલીસના અણધડ આયોજનના કારણે મુખ્ય બગીચા સર્કલ પર દિવસમાં વારંવાર ટ્રાફિકજામ થાય છે. ટ્રાફિક જામ થતા છેક મામલતદાર કચેરી સુધી તેમજ વિ.જે. પટેલ શાકમાર્કેટ સુધી વાહનોની કતાર લાગે છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવી પડે છે.

આથી બગીચા સર્કલ પાસે ટ્રેન્ડ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકાય અને આડેધડ પાર્કિંગ થતા વાહનો તેમ જ રોંગ સાઈડમાં આવતા વાહનો સામે દંડકીય કાર્યવાહી થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેમ છે .

આ ઉપરાંત વિ.જે. પટેલ શાક માર્કેટમાં મુખ્ય ગેટ પરથી જ વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી તેના કારણે પણ ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે આથી શાક માર્કેટના બંને ગેટ પરથી વાહનોને પ્રવેશ અપાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ શકે તેમ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં દીકરીઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કરાયો મહેંદી ક્લાસ

Back to top button