બનાસકાંઠા : ડીસામાં ટ્રાફિક સિગ્નનલ મૂકી ટ્રાફિક સમસ્યા દૂર કરાશે
- ઉત્તર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષકના લોક દરબારમાં પ્રશ્નો રજૂ થયા
પાલનપુર : પ્રજાને સવલત મળી રહે અને તેમની પડતી મુશ્કેલીઓ મહદ અંશે ઓછી કરી શકાય અને પોલીસ અને જનતા વચ્ચે ભાઈચારો અને સહયોગ ના હેતુથી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ હેતુથી આજે (શનિવારે) ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ડીસાની વિશાળ સંખ્યા એ લોક દરબારમાં ભાગ લીધો હતો અને તેમને પડતી તકલીફોને બનાસકાંઠા પોલીસ અધિક્ષકની સામે રજૂ કરી હતી. જેમાં કે ટ્રાફિક સમસ્યા અમુક વિસ્તારો ની અંદર અસામાજિક તત્વોનો ત્રાસ તેમજ ડીસામાં ટ્રાફિક સિગ્નનલ મુકવા માટેની પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ બાબતે બનાસકાંઠા પોલીસ અધિક્ષકે ખાત્રી આપી હતી કે આ તમામ બાબતે જલ્દીથી નિર્ણય લઈ અને જનતાના હિત માટે વધુ ઝડપી સમયમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમજ ટ્રાફિક સમસ્યા માટે કરીને ગરીબોને પણ નુકસાન ના થાય અને એમની રોજીરોટી ના છીનવાય એવું એક સુંદર આયોજન કરી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે પણ પ્રયત્ન કરવામાં આવશે.
તેમાં ડીસામાં ત્રણ ચાર જગ્યાએ ટ્રાફિક સિગ્નનલ મૂકી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જલ્દીથી પગલા ભરવામાં આવશે વધુમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જણાવ્યું હતું કે જનતાને એક અપીલ પણ કરી હતી કે બનાસકાંઠામાં દરરોજ માર્ગ અકસ્માતમાં બેથી ચાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો લોકોએ બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરી પોતાના જીવનને બચાવવા પ્રયત્ન કરો જોઈએ. એમણે ખાતરી પણ આપી હતી કે, પોલીસનો હેતુ માત્ર દંડ આપવાનો નથી પણ દંડની સામે લોકોને માર્ગદર્શન આપી સમજણ આપીને પોતાના જીવનનું મહત્વ સમજાવવાનો પણ છે આમ આજના લોક દરબારમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષકે લોકોની રજૂઆત સાંભળીને જલ્દીથી નિવારણ કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ. ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ટ્રાફિક પોલીસના અણધડ આયોજનથી વકરતી જતી ટ્રાફિકની સમસ્યા