ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : કંડલા પોર્ટ પર તોતિંગ ક્રેનો એકબીજા સાથે અથડાઈ

Text To Speech
  • સમગ્ર ઘટના કર્મચારીઓએ મોબાઈલમાં કેદ કરી

પાલનપુર : છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા બાદ કમોસમી વરસાદના કારણે રહેણાંક મકાનો, ખેતીના પાક અને પશુઓને નુકસાન થયું છે. ત્યારે સોમવારે કચ્છ જિલ્લાના દિન દયાલ પોર્ટ (કંડલા) ખાતે પણ ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. તીવ્રગતિએ ફૂંકાયેલા વાવાઝોડા ના કારણે દરિયામાં રહેલી ક્રેન્સ પણ ખેંચાવા માંડી હતી. જેમાં પાંચ જેટલી વિશાળ ક્રેન્સ તેની જગ્યાએથી ખસીને એકબીજા સાથે અથડાઈ હતી.

કંડલામાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા વાવાઝોડા ના કારણે જેટી પર વિશાળ અને તોતિંગ ક્રેન્સ લોડીંગ – અનલોડિંગ કાર્ગો ભારે પવન ના ઝાપટાના દબાણના કારણે અસ્થિર બની ગઈ હતી. આ સમગ્ર ઘટનાને કંડલા પોર્ટના કેટલાક કર્મચારીઓએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. જેમાં એક તરફ રહેલી ક્રેન તેની જગ્યાએથી ખસીને અન્ય ક્રેન સાથે અથડાતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ: વટવામાં આ જગ્યાએ બન્ને તરફનો રસ્તો બંધ કરી બાબાનો દરબાર લાગશે

Back to top button