ધોરણ10ના પરિણામમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મોખરે
પાલનપુર: ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી માર્ચ 2023ની ધોરણ- 10 નુ પરીક્ષાનું પરિણામ ગુરુવારે ઓનલાઈન જાહેર કરાયું હતું.જેમાં ઉત્તર ગુજરાતના સૌથી વધુ પરિણામ બનાસકાંઠાનું 66.62 ટકા આવતા બનાસકાંઠા જિલ્લાએ ગૌરવ અનુભવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 66.62 %
ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2023 તાજેતરમાં લેવાયેલી ધોરણ-10 ની બોર્ડની પરીક્ષામાં કુલ 38,731 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જેમાંથી કુલ-38,480 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેનું પરિણામ ગુરુવારે વેબસાઈટ પર મૂકવામાં આવ્યુ હતુ.જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ 66.62 ટકા આવ્યુ છે.
બનાસકાંઠામાં A-1 માં 216 વિદ્યાર્થીએાએ મેદાનમાર્યુ
જેમાં A1-216,A2 1777, B1-4358,B2 692,C1માં 8127,C2 3986,D માં 186,E1*માં 0, E1 માં 8099,E2 માં 4744,EQCમાં 25637 વિદ્યાર્થીઓ આવ્યા છે. આમ બનાસકાંઠાનું કુલ પરિણામ 66.62% આવ્યું છે જે ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચું પરિણામ આવતા બનાસકાંઠા જિલ્લાએ ઉત્તર ગુજરાતમાં મોખરે છે.તેમજ કેન્દ્રની દ્રષ્ટીએ દાંતા તાલુકાનું કુંભારીયા 95.92 ટકા પરીણામ મેળવી કેન્દ્રમાં સૌથી વધુ પરીણામ મેળવ્યુ છે.
આ પણ વાંચો :N.G ગ્રુપના ફાઉન્ડર સ્વ. નરસિંહભાઈ પટેલની તૃતિય પુણ્યતિથિએ યોજાયો સુંદર રક્તદાન કેમ્પ