બનાસકાંઠા : ડીસાની સોમનાથ સોસાયટીમાં પાર્ક કરેલી કારના ટાયર ચોરાયા


- રાત્રે અજાણ્યા તસ્કરો પથ્થરના ટેકે ગાડી ઉભી રાખી ટાયર ચોરી ગયા
પાલનપુર,13 ડિસેમ્બર 2023 : રાજસ્થાનથી ડીસામાં સંબંધીને મળવા આવેલા સોની પરિવારને મહેમાનગતિ ભારે પડી છે. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો સોની પરીવારની કારના ટાયરની ચોરી કરી જતા ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરી હતી.
રાજસ્થાનના નાગોર જિલ્લાના મેડતા ગામના પવન કુમાર કૈલાશભાઈ સોની ડીસાની સોમનાથ સોસાયટીમાં રહેતા તેમના સબંધી ખેમચંદભાઈ સોનીને મળવા માટે આવ્યા હતા અને રાત્રે તેમને ઘર આગળ કાર પાર્ક કરી હતી. તે દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સો રાજસ્થાની સોની પરિવારની કારના ટાયરની ચોરી કરી ગયા હતા. સોની પરિવારને રાજસ્થાન સમયસર પહોંચવાનું હોવાથી તેઓ વહેતી સવારે જાગીને જ્યારે કાર પાસે આવ્યા ત્યારે કાર પથ્થરના ટેકે ઊભી હતી અને ટાયરની ચોરી થઈ ગઈ હોવાનું જણાયું હતું.
જે અંગે તેમણે ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરી હતી. સોસાયટીમાં ઘર આગળ જ પાર્ક કરેલી કારના ટાયરની થઈ જતા સોની પરિવારને આર્થિક નુકસાની સાથે હાલાકી ભોગવી પડી હતી. ત્યારે આવા તસ્કરોને તાત્કાલિક પોલીસ પકડી જેલના હવાલે કરે અને આ વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારે તેવી સોસાયટીના રહીશોએ માંગ કરી હતી.
આ પણ વાંચો : રેલવે દ્વારા 12 ટ્રેનો રદ કરવામાં આવી, તો ઘણી ટ્રેનો ડાઈવર્ટ કરવામાં આવી