બનાસકાંઠા : માઉન્ટ આબુમાં ત્રણ દિવસીય શરદ મહોત્સવનો કરાયો પ્રારંભ
- પ્રવાસીઓ માટે મહેંદી અને રંગોળી હરિફાઈ નું કરાયું આયોજન
- માઉન્ટ આબુમાં રાજસ્થાની, ગુજરાતી અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ જોવા મળી
પાલનપુર : રાજસ્થાનમાં આવેલ અરાવલી પર્વતોમાં સૌથી ઊંચું શહેર માઉન્ટ આબુ ખાતે ત્રણ દિવસીય શરદ મહોત્સવ નો પ્રારંભ થયો છે. જેની વિધિવત શરૂઆત જિલ્લા કલેકટર ડો.ભવરલાલ અને પોલીસ અધિક્ષક મમતા ગુપ્તા એ શોભા યાત્રાને લીલી ચંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા માઉન્ટ આબુના મુખ્ય માર્ગ ઉપર નીકળી હતી.દરમિયાન રાજસ્થાન, ગુજરાત અને દક્ષિણ ભારતની સંસ્કૃતિના દર્શન થયા હતા.
આ પણ વાંચો : રિષભ પંતનો અકસ્માત થતા ક્રિકેટ જગતથી વહેતી થઈ પ્રાર્થનાઓ
શોભાયાત્રામાં મનમોહક પ્રસ્તુતિને નિહાળવા રસ્તાની બંને તરફ લોકો અને પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી. જેમાં પ્રવાસીઓ પણ નૃત્ય કરીને કલાકારોનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
માઉન્ટ આબુમાં ત્રણ દિવસ ચાલનારા આ શરદ મહોત્સવ દરમિયાન જ સેનાના જવાનો દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.