બનાસકાંઠા: ડીસાના ગવાડીમાં રાખેલા ગૌવંશ છોડવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી
પાલનપુર: ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં કતલખાને લઈ જવા માટે રખાયેલા 250 થી 300 જેટલા ગૌવંશ અને પાડાઓને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો જીવદયા પ્રેમીઓએ હંગામો કરવાની તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કતલખાને લઈ જવા માટે રખાયેલા ગૌવંશને તાત્કાલિક છોડવાની માંગ
ગઈકાલે (મંગળવારે) મોડી રાત્રે રાજસ્થાન થી અમદાવાદ તરફ બે ટ્રકો ભરીને 250 થી 300 જેટલા ગૌવંશ અને પાડાઓ કતલખાને લઈ જવામા આવતા હોવાની બાતમી મળતા જીવદયા પ્રેમીઓએ મહેસાણા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમને જાણ કરી આ ટ્રકોને ઊંઝા અને મહેસાણા હાઇવે પર રોકાવી હતી.
દરમિયાન ત્રણ ગાડીઓમાં આવેલા 12 થી15 જેટલા શખ્સોએ જીવદયા પ્રેમીઓ સાથે માથાકૂટ કરી બંને ટકો પાલનપુર તરફ ભગાડી દીધી હતી. જેથી જીવદયા પ્રેમીઓએ પીછો કરતા આ શખ્સોએ તરકોને ડીસાના ગવાડી વિસ્તારમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે જીવદયા પ્રેમીઓએ તપાસ કરતા આ વિસ્તારમાં અનેક જગ્યાએ કતલખાને મોકલવા માટે પશુઓ રાખવામાં આવે છે તેમજ ઘાસચારાની કે પાણીની કોઈપણ પ્રકારની સગવડ કરવામાં આવતી નથી.
આથી જીવ દયા પ્રેમીઓએ આ અંગે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ના નેજા હેઠળ રાજ્યના મુખ્યમંત્રીથી લઈને ડીસા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ને આવેદનપત્ર આપી આ ગૌવંશ અને પાડાઓને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો તમામ જીવદયા પ્રેમીઓ આ પશુઓને કતલખાને જતા બચાવવા ડીસાના ગવાડી વિસ્તારમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ જો કોઈ પગલાં નહીં લેવાય તો આત્મ વિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં ચીફ ઓફિસરે મહિલાઓને એલ ફેલ બોલતા કોંગ્રેસનો વિરોધ