બનાસકાંઠા : દાંતાના ગંગવા ગામમાંથી ચોરોએ ગાયની ચોરી હત્યા કરી


- પોલીસે વધુ તપાસ શરૂ કરી
પાલનપુર : દાંતા તાલુકામાં પશુ અત્યાચારની હિંસક ઘટના સામે આવી છે. દાંતા તાલુકાના ગંગવા ગામે ગત રાત્રે અજાણ્યા ઈસમોએ એક ઘરેથી ગાયની ચોરી કરી હતી. ત્યારબાદ ગાયની ચોરી કર્યા બાદ ગાયને જંગલ વિસ્તારમાં લઈ તેમની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. દાંતા તાલુકામાં ગાયની ચોરી કરી તેમને મારી નાખવાની ઘટના સામે આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
દાંતા તાલુકાના ગંગવા ગામે ઠાકોર ભમુજી પથુજીના ઘરેથી મોડી રાત્રે ચોરોએ ગાયની ચોરી કરી ગાયને જંગલ વિસ્તારમાં લઈ જઈ તેની હત્યા કરી બે ટુકડા કર્યાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાની આજુબાજુમાં કોઈ અજાણ્યા ઈસમોએ ગાયની ચોરી કરી ગાયને જંગલ વિસ્તારમાં લઈ જઈ તેની હત્યા કરી હતી.
ગાયની ચોરી થવાની જાણ થતા પરિવારજન અને આજુબાજુના લોકોએ ગાયની શોધગોળ કરતા ગાય જંગલ વિસ્તારના પહાડોમાં મૃત મળી હતી. આ સમગ્ર ઘટનાની જાણ દાંતા પોલીસને કરતા દાંતા પોલીસ ઘટના પહોંચી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કર્યા