ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના થેરવાડા ગામે હડકાયા આખલાના આતંકથી ગામમાં ભયનો માહોલ

Text To Speech
  • પાંચ કલાકની જહેમત બાદ આખલાને બંધક બનાવ્યો

પાલનપુર : ડીસા તાલુકાના થેરવાડા ગામે એક હડકાયા આખલાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં હડકાયો આખલો ગામમાં ઘુસી ન જાય તે માટે ગ્રામજનોએ ધોકા – લાકડીઓ સાથે લક્ષ્મણ રેખા બનાવી પાંચ કલાકની મહેનત બાદ તેને બંધક બનાવ્યો હતો.
રખડતા પશુઓની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પણ એક આખલો હડકાયો થતા આતંક મચાવ્યો હતો. વહેલી સવારે જ હડકાયા આખલાએ ગામમાં આતંક મચાવતા ભયનો માહોલ છવાયો હતો. ઘટનાને પગલે ગામના યુવાનોએ એકઠા થઈ આ હડકાયો આખલો ગામમાં કોઈ નુકસાન ન કરે કે કોઈને ઈજા ન પહોંચાડે તે માટે ધોકા અને લાકડીઓ સાથે આવી લક્ષ્મણરેખા બનાવી હતી. પાંચ કલાકની મહેનત બાદ 100થી વધુ લોકોના ટોળાએ ભેગા થઈને આખલાને બંધક બનાવ્યો હતો.


આખલાને બંધક બનાવતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે લોકોએ આખલાને બંધક બનાવી તળાવ પાસે લઈ જઈ ઝાડ સાથે સુરક્ષિત રીતે બાંધ્યો હતો. આખલાને પણ કોઈ નુકસાન ન થાય અને જીવ ન જોખમાય તે માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો દરોડો, કેરીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યાં

Back to top button