બનાસકાંઠા: ડીસામાં મંદિરમાં ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો


પાલનપુર, 27 ઓગસ્ટ 2024, ડીસા શહેર દક્ષિણ પોલીસે રત્નાકર સોસાયટીમાં આવેલા મંદિરમાં ચોરી કરનાર શખ્સને સીસીટીવી ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
ડીસા શહેરના વિરેન પાર્ક વ્હોળામાં આવેલ રત્નાકર સોસાયટીમાં બનાવેલા શિવમંદિરમાંથી તારીખ 25 ઓગસ્ટના રોજ ચોરી થઈ હતી. કોઈ તસ્કર મંદિરની દાનપેટી તેમજ અંદર પડેલ ચીજ વસ્તુઓ ચોરી ગયો હતો. જે અંગેની ફરિયાદ ડીસા શહેર દક્ષિણ પોલીસને મળતા પીઆઇ કે. બી. દેસાઈએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરતા પોલીસે ચોરી કરનાર શખ્સ શાંતિજી ઉર્ફે મઘરી પૂજાજી ઠાકોર, રહેવાસી સિંધી કોલોની, પોસ્ટ ઓફિસની પાછળ, ડીસાને ગણતરીના કલાકમાં ઝડપી લઇ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.
આ પણ વાંચોઃડીસાના ગંગાજી વ્હોળા પાસે ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત