બનાસકાંઠા: વાહરા ગામે બનાસ નદીના નીરના કરાયા વધામણા
પાલનપુર: રાજ્યભરમાં સારા વરસાદથી મોટાભાગના જળાશયો છલકાઈ ગયા હતા, ત્યારે રાજસ્થાન ના ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ પણ 85% થી વધુ ભરાઈ ગયો હતો.
બનાસકાંઠા: ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ખેડૂતોએ બનાસ નદીના નવા નીરના વધામણા કર્યા#banaskantha #mla #KeshajiChauhan #farmers #banasriver #water #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/ruhnXZYco3
— Hum Dekhenge News (@humdekhengenews) July 29, 2023
ધારાસભ્ય કેશાજી, ખેડૂતો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
જ્યારે હજુ ચોમાસાને બે માસનો સમય બાકી હોવાથી તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ડીસા તાલુકાના વાહરા ગામે બનાસ ના પાણી પહોંચતા ભુર્ગભ જળની સતત ચિંતા કરતા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત, ભાજપના કાર્યકર્તા આગેવાનો, ખેડૂતોએ બનાસ નદીના નવા નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, મહામંત્રી બાબુભાઈ દેસાઈ, ભીલડી પીએસઆઇ, એ. કે. દેસાઈ સહિત ભીલડી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સીમા-અંજુને ફેમસ થતી જોઈ 17 વર્ષીય સગીરા એરપોર્ટ પહોંચી, માંગી પાકિસ્તાનની ટિકિટ