બનાસકાંઠા: પાલનપુરની હોસ્પિટલ ના મેનેજિંગ ડિરેક્ટરે દર્દીનું રૂ. 3.50 લાખનું બિલ જતું કર્યું
પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામમાં એક પરિવારના ગૃહસ્થે તેની માતા અને સંતાન સહિત સાત લોકોને લસ્સીમાં ઝેર પી લીધું હતું. અને તેમને નાજુક સ્થિતિમાં પાલનપુરની શ્રી મલ્ટી હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટરે આ દર્દીઓની સારવારનું રૂ. 3.50 લાખનું બિલ જતું કરી (માફ કર્યું )પાંચ લોકોના જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
માલગઢ ના ગૃહસ્થે પરિવારને લસ્સીમાં ઝેર પીવડાવ્યું હતું
આ સમગ્ર ઘટના એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામના નગુભાઈ માલાભાઈ વાલ્મિકી એ તેમની મૃત પત્ની નંદાબેનના વિરહ અને રોજગારીના અભાવે તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ બની ગઈ હતી. જેને લઈને તેમને અને તેમની 80 વર્ષીય માતા જગલબેન મામાભાઈ વાલ્મિકી બે દીકરીઓ માં બે વર્ષની સેજલ અને તારીકા તેમજ ત્રણ દીકરાઓમાં છ વર્ષનો સચિન અને 11 વર્ષના સાગરને લસ્સીમાં જંતુનાશક દવા પીવડાવીને બાદમાં પોતે આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં નગુભાઇ અને એક તેમના નાના દીકરાનું મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને પાલનપુરની શ્રી હોસ્પિટલ ના આઈસીયુ વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર કરી પાંચ લોકોના જીવ બચાવ્યા
જ્યાં હોસ્પિટલમાં સતત નવ દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. આ સારવારનો સામાન્ય રીતે છ થી આઠ લાખનો ખર્ચ થતો હોય છે, પરંતુ પરિવાર ખૂબ જ સામાન્ય અને આર્થિક સ્થિતિ નબળી હોવાને લઈને રૂપિયા 3.50 લાખનો બિલ હોસ્પિટલના મેનેજમેન્ટ એ બનાવ્યું હતું. ત્યારે આ બિલ પણ પરિવાર ચૂકવી શકે તેવી સ્થિતિ ન હતી. છેવટે શ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ભરતપુરી પૂનમપૂરી ગોસ્વામી (વાછડાલ વાળા)એ માનવતા દાખવીને આ તમામ રૂપિયા 3.50 લાખનું બિલ પણ તેમને માફ કરી દીધું હતું. હોસ્પિટલના આ નિર્ણયને લઈને મેનેજમેન્ટની પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો : સારા અલી ખાને અમરનાથની મુલાકાત લીધી,અભિનેત્રીનો વિડીયો આવ્યો સામે