ઉત્તર ગુજરાતચૂંટણી 2022
બનાસકાંઠા : પાલનપુરમાં સૌથી ઓછું મતદાન, ઢોલ વગાડી મતદાન માટે લોકોને કરાયા જાગૃત
પાલનપુર : બનાસકાંઠાની નવ વિધાનસભા બેઠકમાં પાલનપુર વિધાન સભા બેકઠ ઉપર કૉંગ્રેસ, ભાજપ અને આપ સહિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન આમ તો ઉત્સાહ પૂર્વક થઈ રહ્યું હતું. પરંતુ ખુબજ ધીમી થઈ રહ્યું હતું. જેને લઇને રાજકીય પક્ષોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. એક તરફ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા 100 ટકાતદાન થાય તે માટે ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. છતાં પાલનપુર વિધાન સભા બેઠક ઉપર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 48 ટકા જેટલું મતદાન થયું હતું. જે જિલ્લાની નવ બેઠકો માં સૌથી ઓછું હતું. જેને લઇને ભાજપના સમર્થકોએ ઢોલ લઈને સોસાયટીઓ ફરી ફરીને લોકોને મતદાન માટે બહાર નીકળવા જાગૃત કર્યા હતા.
આ પણ વાંચો : PM ને મળીને ભાવુક થયા સોમાભાઇ, આપી સલાહ