બનાસકાંઠા: ડીસાની બનાસ નદી પાસે બંધ મકાનમાંથી યુવકની લટકતી લાશ મળી


પાલનપુર: ડીસામાં બનાસ નદીના પટ પાસે પટેલ વાડી માં એક બંધ મકાનમાં આજે એક યુવકની લટકતી લાશ મળી આવી હતી. યુવકે ત્રણ ચાર દિવસ પહેલા આપઘાત કર્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. પોલીસે મૃતકના સગા ની ફરિયાદના આધારે હાલ અકસ્માતે મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .
ત્રણ ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી હોવાનું અનુમાન
ડીસાના બનાસ નદી પાસે આવેલ પટેલ વાડીમાં વિક્રમભાઈ સોલંકીના લોખંડની ગ્રીલ સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ કરાતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં એક યુવક લટકતી હાલતમાં મળ્યો હતો. યુવકની લાશ ડીકમ્પોસ થવા લાગી હતી અને તેમાંથી અતિશય દુર્ગંધ મારતી હોવાથી ત્રણ ચાર દિવસ અગાઉ આપઘાત કર્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નરેશ ઉર્ફે પપુડો દશરથભાઈ સોલંકી હોવાનું બહાર આવેલ છે. જેને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો કઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે.આ અંગે પોલીસે મૃતકના સગા દીપકભાઈ નારણભાઈ પરમાર ની ફરિયાદના આધારે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી લાશનો કબજો સંભાળી તેને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ચિંતાજનક રિપોર્ટ/ છેલ્લા બે વર્ષમાં અર્ધલશ્કરી દળોમાં માનસિક રોગના કેસોમાં 38% વધારો: MHA