બનાસકાંઠા : પાલનપુરમાં સ્વાઇપ મશીનની ચોરી કરી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી ફ્રોડ કરનાર ગેંગ જબ્બે
- સાયબર ક્રાઇમે ટોળીને ઝડપી પાડી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમે પાલનપુરના પેટ્રોલપંપના સ્વાઇપ મશીનની ચોરી કરી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી ફ્રોડ કરનાર ગેંગ બાતમી હકીકત આધારે પાલનપુર નવા બસ પોર્ટ પાસેથી ઝડપી પાડી ફ્રોડમાં રકમ રીકવર કરી ચાર ઈસમોની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરી છે. પાલનપુર- અમદાવાદ હાઇવે બિહારી બાગ પાસે આવેલ એક પેટ્રોલ પંપનું સ્વાઇપ મશીનની ચોરી કરી રૂ. 2,30,225 ગ્રાહકોના ખાતામાં રીફન્ડ કરી દેતા આ અંગે પેટ્રોલ પંપના સંચાલકએ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં ફ્રોડ કરનાર ગેંગને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહીતી મુજબ પાલનપુર આબુ હાઇવે બિહારી બાગ પાસે આવેલ શિવ ફ્યુઅલ સ્ટેશન નામના પેટ્રોલપંપ પરથી થોડાક દિવસ અગાઉ તા.21 એપ્રિલ થી 10 મે 2023 દરમીયાન રાત્રીના સમયે સ્વાઇપ મશીનની ચોરી અજાણ્યા વ્યક્તિ લઇ ગયા હતા.અને પેટ્રોલપંપના પેટીએમ એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.2,30,225નું ઓનલાઇન ફ્રોડ કરતા આ અંગે કબીરપુરા તાલુકો વડગામના કર્મચારી હાર્દિકભાઇ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અજાણ્યા વ્યક્તિઓ વિરૂધ્ધ તા.19 મે 2023ના રોજ ફરીયાદ નોઁધાવી હતી.જેથી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સર્વેલન્સ હ્વુમન સોર્સ મારફતે આરોપીઓ પાલનપુર મુકામે એકઠા થવાના હોવાની બાતમી હકીકત આધારે આગોતરી વોચ ગોઠવી આરોપીઓને પાલનપુર નવા બસપોર્ટ ખાતેથી ઝડપી લીધા હતા.જેમની પાસેથી ગુનામાં વપરાયેલ એક્ટિવા ફ્રોડમાં ગયેલી રકમ રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મા અંબાના ચરણે : આવતીકાલે રવિવારે બાગેશ્વર ધામ સરકાર માતાજીના દર્શન કરશે