ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: ગઢની ઠાકોર સમાજની પ્રથમ મહિલા બીએસએફ ટ્રેનીંગ પૂરી કરી વતન આવતા કરાયું સામૈયું
પાલનપુર: ગઢ ગામની એક યુવતીનું બીએસએફમાં સિલેકશન થયુ હતું. ગઢ પંથકના ઠાકોર સમાજની પ્રથમ મહિલા બીએસએફ વેસ્ટ બંગાળમાં ટ્રેનીંગ પૂરી કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા આ મહિલા બીએસએફનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગઢ ગામની રિયાબેન મુકેશભાઈ ઠાકોર નામની યુવતીનું બીએસએફમાં સિલેકશન થયું હતું. ગઢ તેમજ ઠાકોર સમાજની પ્રથમ મહિલા બીએસએફ રિયાબેન ઠકોર બંગાળના બૈકંથપુર તાલીમ કેન્દ્ર પર સાત માસની કઠિન તાલીમ પૂરી કરી રવિવારે પોતાના માદરે વતન ગઢ ખાતે પરત ફર્યા હતા. ત્યારે ગ્રામજનો અને ઠાકોર સમાજ દ્વારા બીએસએફ રિયા ઠાકોરનું વાજતે-ગાજતે તેમજ સલામી આપી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું અને દેશ સેવાના કામમાં જોડાવવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો :ગુજરાત પોલીસની વર્દીમાં બદલાવ કરવા તજવીજ