ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં મહિલાઓને ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ વિનામૂલ્ય બતાવશે

Text To Speech

પાલનપુર : દેશભરમાં પ્રસિદ્ધ થઈ રહેલી અને કેરલ રાજ્યની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ ડીસામાં ઠક્કર સમાજ તેમજ હિન્દુ સમાજના યુવકો દ્વારા બહેન દીકરીઓ મહિલાઓને વિનામૂલ્ય બતાડવામાં આવશે.

હિન્દુ બહેન બેટીઓને ટાર્ગેટ બનાવી ધર્માંતરણ સહિતની બાબતો દર્શાવતી ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ કેરલ રાજ્યની સત્ય ઘટનાઓ પરથી બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ હાલ દેશભરમાં ખૂબ જ ચર્ચા જગાવી છે તેમજ ફિલ્મ ઉપર મોટો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ડીસામાં ઠક્કર સમાજ દ્વારા સમાજની બહેન દીકરીઓને આ ફિલ્મ જોઈ તેમાં દર્શાવેલી નેગેટિવ અસરોથી બચાવી શકાય તે હેતુથી ડીસાના રાજમંદિર થિયેટરમાં વિના મૂલ્યે ફિલ્મ બતાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોની બહેન દીકરીઓ મહિલાઓ માટે પણ ડીસાના હિન્દુ સંગઠનના યુવકો દ્વારા દરેક બહેન દીકરીઓને વિનામૂલ્ય આ ફિલ્મ બતાડવામાં આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ચક્ષુદાન મહાભિયાન, ડીસામાં 170 લોકોએ મૃત્યુ બાદ ચક્ષુદાનનો લીધો સંકલ્પ

Back to top button