ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડાવસના પરિવારો સિધ્ધપુર થી શ્રાદ્ધવિધિ કરીને પરત આવતા જીપ ડાલું પલટયું, 20 ને ઇજા

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકાના ડાવસ ગામના પરિવારો સિધ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ પતાવીને પરત આવતા હતા. ત્યારે ડીસા પાલનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટીયા પાસે જીપડાલુ પલટી ખાતા 20 થી વધુ લોકોને ઈજા થવા પામી હતી.

ડીસા પાલનપુર હાઇવે સર્જાયો અકસ્માત

ડીસા તાલુકાના ડાવસ ગામના કેટલાક પરિવારો સિદ્ધપુર ખાતે સ્વજનોની શ્રદ્ધ વિધિ કરવા ગયેલા હતા. જ્યાંથી જીપ ડાલામાં પરત ફરતા હતા, ત્યારે જીપડાલુ પાલનપુર થી ડીસા તરફ આવતા કલ્યાણપુરા પાટીયા પાસે રસ્તા વચ્ચેના ડિવાઇડરમાંથી બાઇક સવાર અચાનક પસાર થતાં બાઈક સવારને બચાવવા જતા જીપડાનુ અચાનક પલટી ખાઈ ગયું હતું.

બનાસકાંઠા -humdekhengenews

જેથી ડાલામાં બેઠેલા તમામ લોકો રોડની સાઈડે ફંગોળાયા હતા. જેમાં ચાર વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે 17 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતા 108 વાન તથા નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક આવી ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા -humdekhengenews

જ્યારે ડીસા તાલુકા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મોરબીની ઘટના પર ED અને CBI કેમ પગલાં નથી લઈ રહી ? મમતાએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

Back to top button