બનાસકાંઠા : ડીસાના આસેડા પાસે રાત્રે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડીમાં ઘુસી ગઈ


- કારમાં સવાર કાર ચાલક સહિત બે ઈજાગ્રસ્ત
પાલનપુર : બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે આસેડા પાસેથી પસાર થઈ રહેલી કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડીમાં ઘૂસી જતા ચાલક સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
ડીસા-પાટણ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં મોડી રાત્રે દેકાવાડા ગામના રહેવાસી જનકસિંહ સોલંકી અને ભરતભાઈ સોલંકી કાર લઈને આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ફંગોળાઈ ગઈ હતી. રોડની સાઈડમાં આવેલા ઝાડીમાં જઈ ઝાડ સાથે ટકરાતા અકસ્માતમાં કાર ચાલક સહિત બંને લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. હાઈવે પર અકસ્માત થયો હોવાની જાણ થતા જ આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, અને ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતના કારણે કાર માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
આ પણ વાંચો : આખરે 5 વર્ષ બાદ એજ તારીખે ડીસાનો વિવાદિત બગીચો ખુલ્લો મુકાયો : બાળકોના કલબલથી ગુંજી ઉઠ્યો