ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં પક્ષીઓ માટે 200 પાણીનાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરનાર દાતાનું કરાયું સન્માન

Text To Speech

પાલનપુર : સનાતન હિંદુ સમાજમાં જીવદયાની ભાવના ખૂબ જ પ્રબળ છે અને તેથી જ ગમે તેવી ઝંઝાવતો વચ્ચે એ અડીખમ ટકી રહ્યો છે. ઉનાળાની સિઝન આવતાં જ સૌ પશુ – પક્ષીઓ તેમજ તરસ્યા માણસો માટે વિવિધ વ્યવસ્થા કરી રહેલ છે. ઉત્તર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત તીર્થધામ, સેવાધામ એવા ડીસા જલારામ મંદિર ખાતે પાણીની પરબ તેમજ દર ગુરૂવારે છાસ કેન્દ્ર ચાલુ છે.

એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડાના માટીકામ સાધનોના ગૌરવશાળી કારીગર સલુભાઈ સુમરા દ્વારા જલારામ મંદિર ડીસાના સહકારથી 200 પાણીનાં કુંડા વિનામૂલ્યે વિતરણ કરાતાં આનંદની લાગણી પ્રસરી હતી.આ અવસરે કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના સેવાભાવી પ્રમુખ ચંદુભાઈ એટીડી દ્વારા બનાવવામાં આવેલ “દીકરી દેવો ભવ:” મોમેન્ટો તેમજ સાલ ઓઢાડીને ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, હસમુખભાઇ ચૌહાણ, કેશવલાલ ચાવડા, દીલીપભાઈ બારોટ,ભગીરથભાઈ સુથાર, ઈશ્વરભાઈ રાવળ,ચંદુભાઈ એટીડીએ સલુભાઈ સુમરાનું સન્માન કરી અભિનંદન આપ્યા હતા.હતા.સલુભાઈ દર વર્ષે અંદાજે 200 જેટલાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરી પક્ષીઓની ખૂબ જ મોટી સેવા કરે છે.

આ પણ વાંચો : હીટ એન્ડ રન : ડીસામાં જીપડાલાને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી,એકનું મોત

Back to top button