બનાસકાંઠા : નડાબેટનું રણ બન્યું ઘૂઘવતો સમુંદર
- સુઇગામમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં ધરતીપુત્રો હરખાયા
- વાવણી લાયક વરસાદ થતાં સરહદી પંથકના ખેડૂતોમાં ખુશી છવાઈ
બનાસકાંઠા 02 જુલાઈ 2024 છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. જોકે સરહદી સુઇગામ તાલુકામાં મંગળવારે મોસમનો પહેલો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મંગળવારે વહેલી સવારથી જ આવી ચડેલા વરસાદે સુઇગામ પંથકમાં બઘડાટી બોલાવી હતી.
જ્યારે સુઇગામ થી પશ્ચિમ તરફના પટ્ટા પર કચ્છનું નાનું રણ છવાયેલું હોઈ 3 ઇંચ વરસાદ વરસી જતાં સરહદી સુઇગામથી છેક ઇન્ડો-પાક.બોર્ડર સુધીના 45 કી.મી ના રણમાં વરસાદી પાણી ભરાતા રણ ઘૂઘવતા સમુંદર માં ફેરવાઈ જતાં અદ્દભુત નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસાના પહેલા વરસાદથી અફાટ રણમાં વરસાદી પાણી ભરાતા રણ સમુંદર માં ફેરવાઈ ગયું છે. નડાબેટ ટુરિઝમમાં પ્રવાસે આવતા અને નડેશ્વરી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા સહેલાણીઓનો પણ રણમાં વરસાદી પાણીના નજારાને માણવા ધસારો વધી રહ્યો છે,હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા કેટલાય સમયથી ગરમી અને ઉકળાટ થી મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદનું આગમન થતાં માત્ર બે કલાકમાં બે ઇંચ કાચું સોનુ વરસી ગયું હતું,અને દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહેતાં સાંજ સુધીમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો, વાવણી લાયક વરસાદ થતાં ધરતી પુત્રોમાં પણ આનંદ છવાયો હતો. જોકે વરસાદના લીધે કોઈ જાન માલ ને નુકશાન થયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.
આ પણ વાંચો : બનાસકાંઠા : લાખણીમાં બારે મેઘ ખાંગા ચાર કલાકમાં નવ ઇંચ વરસાદ