બનાસકાંઠા : સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને લઈ અંબાજી મંદિર નો દર્શન સમય બદલાયો
- યાત્રિકો દિવાળીના તહેવારમાં ફરવા જાઓ તો તમારા માટે કામનું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં દિપાવલીના તહેવારો દરમિયાન જ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થઈ રહ્યા હોવાથી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 25 ઓક્ટોબર’22 ના રોજ આસો વદ અમાવસના દિવસે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. જેને લઈને મંદિરને વેદ લાગતો હોવાથી આ દિવસે આરતી વહેલી સવારે 4:00થી 4:30 વાગે થશે. અને ત્યારબાદ રાત્રે 9:00 સુધી મંદિર બંધ રહેશે.
ત્યારબાદ રાત્રે 9:30 કલાકે માતાજીની આરતી થશે. જ્યારે 8 નવેમ્બર’22 ના રોજ કારતક સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી વહેલી સવારે 4:00 થી 4:30 કલાક સુધી આરતી અને દર્શન સવારે 4:30 થી 6:30 કલાક સુધી થઈ શકશે. ત્યારબાદ 6:30થી રાત્રે 9:00 કલાક સુધી મંદિર બંધ રહેશે. અને રાત્રે 9:30 કલાકે માતાજીની આરતી થશે. જ્યારે 2 નવેમ્બર’22 ના રોજ કારતક વદ-9 ના દિવસે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે.
દિપાવલી તહેવારમાં દર્શનનો સમય
તારીખ 26 ઓક્ટોબર ’22 કારતક સુદ એકમ
- આરતી સવારે : 6:00 થી 6:30
- દર્શન સવારે : 6:30 થી 11:30
- રાજભોગ : બપોરે 12:00 કલાકે
- દર્શન : બપોરે 12:30 થી 04:15
- આરતી : સાંજે 6:30 થી 7:00
- દર્શન : સાંજે 7:00 થી 9:00
તારીખ 27 ઓક્ટોબર’22 થી 29 ઓક્ટોબર’22 (બીજથી લાભ પાંચમ)
- આરતી સવારે : 6:30 થી 7:00
- દર્શન : સવારે 7:00 થી 11:30
- રાજભોગ : બપોરે 12:00 કલાકે
- દર્શન : બપોરે 12:30 થી 04:15
- આરતી : સાંજે 6:30 થી 7:00
- દર્શન : સાંજે 7:00 થી 9:00
તારીખ 30 ઓક્ટોબર’22
- આરતી : સવારે 07:30 થી 8:00
- દર્શન : સવારે 8:00 થી 11:30
- રાજભોગ : બપોરે 12 કલાકે
- દર્શન : સવારે 12:30 થી 04:15
- આરતી : સાંજે 6:30 થી 7:00
- દર્શન : 7:00થી 9:00
આ પણ વાંચો : PM મોદીના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા વ્યક્તિ દીઠ રૂ.100 ફાળવવાનો સરકારી ફરમાન: ડૉ.મનીષ દોશી