બનાસકાંઠા: બાજોઠીયા મંદિર પાસેનો ચેક ડેમ છલકાયો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મીની કાશ્મીર ગણાતા બાલારામ મહાદેવ અને તેની નજીકમાં આવેલા બાજોઠીયા મહાદેવ પાસેથી વહેતી બાલારામ નદીમાં વરસાદના નવા નીર આવ્યા છે. ‘બિપરજોય’ વાવાઝોડાની અસર ના પગલે જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે નાની નદીઓ અને ઝરણા પણ જીવંત બન્યા છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે, ત્યારે ગુરુવારની રાત્રી થી શુક્રવારે દિવસ ભર વરસેલા વરસાદથી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. પાલનપુર થી 20 કિલોમીટર દૂર આવેલા બાજોઠીયા મહાદેવ પાસે આવેલો ચેકડેમ પણ છલકાઈ ગયો હતો, અને તેનું પાણી બાલારામ નદીમાં વહેતું થયું હતું. બપોરે 3:30 કલાકના સુમારે આ નદીનો પ્રવાહ વહેવાની શરૂઆત થઈ હતી.
બનાસકાંઠા: બાલારામ નદીમાં આવ્યા નવા નીર#Banaskantha #balaramriver #River #gujaratupdate #heavyrain #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/D47Qdcud6X
— Hum Dekhenge News (@humdekhengenews) June 17, 2023
બાલારામ નદીમાં આવ્યા નવા નીર
જ્યારે રાજસ્થાનના ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે આબુ રોડ પાસે વહેતી બનાસ નદીમાં તેના પાણી પહોંચ્યા છે. જોકે બનાસ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોનું માનવું છે કે, બનાસ નદીમાં પાણી આવવાથી અમીરગઢ, ઇકબાલગઢ ની આસપાસના નદીકાંઠા ના ગામડાઓના કુવાઓ અને બોરના પાણીના તળ ઉંચા આવશે.
પાલનપુર: બાજોઠીયા મંદિર પાસેનો ચેક ડેમ છલકાયો#palanpur #heavyrain #Weather #rain #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/u8hHHRwGHt
— Hum Dekhenge News (@humdekhengenews) June 17, 2023
રાજસ્થાનના ચોહટનમાં પણ જોરદાર વરસાદ
‘બિપરજોય’ વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ થઈ છે. રાજસ્થાનના ચોહટણ વિસ્તારમાં જોરદાર વરસાદને લઈ મુખ્ય બજાર અને સુંદર નગર વિસ્તાર ના રોડ પર વરસાદી પાણી નદી જેમ રેલાયા હતા. રોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું હતું. જ્યારે માર્ગમાં પડેલા ઝાડને જેસીબી મશીનની મદદ વડે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ છેલ્લા છ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. જ્યાં બે દિવસમાં 13 ઇંચ થી વધુ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે પર્વતીય વિસ્તારના ઝરણા પણ જીવંત બન્યા છે. જોકે સ્થાનિક તંત્ર એ લોકોને પાણીથી દૂર રહેવા માટે અપીલ કરી છે. સિરોહી જિલ્લાની નદીઓ ઉપર બાંધવામાં આવેલા ચેક ડેમથી નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ કાચા મકાનમાં રહેતા લોકોને પણ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હોવાનું સિરોહી જિલ્લા કલેકટર ડો. ભવરલાલે જણાવ્યું હતું. બનાસકાંઠા અને રાજસ્થાનમાં હજુ એક થી બે દિવસ ભારે છે. સતત વરસાદથી નદીઓમાં પુર આવવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.