બનાસકાંઠા : ડીસાના માલગઢમાં માળી સમાજનો 23 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

- 46 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી
પાલનપુર 06 ફેબ્રુઆરી : ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી (ક્રાન્તીનગર) મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા મંગળવારે સમસ્ત બનાસકાંઠા માળી સમાજનો 23 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં 46 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી.
સમૂહ લગ્નના મુખ્ય યજમાન મહેશભાઇ કાનાજી માળી (એમ.કે.) પરિવારના હસ્તે રાજુભાઇ, મનિષભાઇ, મુકેશભાઇ અને ભાર્ગવભાઇ બિરાજમાન થયા હતા. સમૂહ લગ્ન સમિતિ દ્વારા નવદંપતિઓને ઉતારાની વ્યવસ્થા, આવનાર તમામ માટે ભોજનની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા કરાઇ હતી. મંગળસૂત્રના દાતા મીરાબેન સોનાજી ધર્માજી પરમાર પરિવાર, ભોજનના દાતા હીરાબેન દેવચંદજી કચ્છવાના હસ્તે ફૂલચંદભાઇ, સુરેશભાઇ અને જગદીશભાઇ પરિવાર, મહા માટલાના દાતા સ્વ. શાંતાબેન મફાજી સાંખલાના હસ્તે ખેતાજી અને ગણપતલાલ પરિવાર (મુરલીધર), મંડપના દાતા નેનુબેન ભુરાજી પરમાર (સોમનાથ) પરિવાર, સાઉન્ડના દાતા બાબુજી કપુરજી ગેલોત પરિવારના અશોકભાઇ ગેલોત, કન્યાદાનના દાતા હીરાલાલ બાબરાજી ખેતાજી દેવડા પરિવાર અને વરી-વેશના દાતા સુગનાબેન ડાહ્યાજી ગેલોત પરિવાર સહીતના વિવિધ દાતાઓ દ્વારા દાન આપી આ સમૂહ લગ્નને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
પરમ પૂજ્ય ગૌભક્ત છોગારામજી બાપુએ નવદંપતિઓને આર્શિવચન પાઠવ્યા હતા. દાતાઓ દ્વારા નવદંપતિઓને ભેટ સોગાદો અપાઇ હતી. દાનવીર દાતાઓનું પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરાયું હતું. સમાજના લોકોએ સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. જ્યારે માળી સમાજના દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી હતી. શ્રી રામાબાપુ ગૌશાળા અને કૈલાશ ધામ સાર્વજનિક ટ્રસ્ટમાં માળી સમાજના લોકોએ દાનની સરવાણી વહેવડાવી હતી. આ પ્રસંગે માલગઢ ગામના પૂર્વ સરપંચ સોમાલાલ કચ્છવા, મફતલાલ ટાંક, નેમાજી કે. પઢિયાર, એમ.પી.ટાંક, ભાવેશભાઇ કે. સાંખલા (મુરલીધર), મંચ સંચાલક ગણપતભાઇ એસ.ભાટી, ભૂપેન્દ્રભાઇ એમ. પઢિયાર (મેગનમ), મગનલાલ માળી, અશોકભાઇ બી. ગેલોત (ગણપતિ), મનસુખલાલ ગેલોત, માલગઢ યુવા સંગઠન કાર્યકરો, સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાસે રૂ. 23 લાખના ખર્ચે આકાર લઈ રહ્યું છે ‘ વન કવચ ‘