ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ભોપાનગરમાં અસામાજિક તત્વોનો આતંક, રાત્રે યુવકને માર મારી ઇકો ગાડી અને રીક્ષાના કાચ તોડ્યા

Text To Speech

પાલનપુર: ડીસાના ભોપાનગર વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા અસામાજિક તત્વોએ એક યુવકને માર મારી શેરીમાં પથ્થરમારો કરી ઇકો ગાડી અને રીક્ષાના કાચ તોડી આતંક મચાવ્યો હતો. મોડી રાત્રે થયેલી ફરિયાદના આધારે પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે.

આતંક-humdekhengenews

ડીસા દક્ષિણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના ભોપાનગર ત્રિકમવાડી ખાતે રહેતા કમલેશભાઈ બઢિયા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ કમલેશભાઈના મહોલ્લામાં ડીસાના રેલવે સ્ટેશન ખાતે રહેતો હિતેશ ઠાકોર એક્ટીવા લઈને આંટાફેરા મારતો હતો. તેઓએ અહીં કેમ ફરે છે તેમ કહેતા હિતેશે કમલેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો.

આતંક-humdekhengenews

ત્યારબાદ ગઈરાત્રે કમલેશભાઈ અને તેમનો પરિવાર ઘરમાં સુતા હતા, ત્યારે હિતેશ ઠાકોર તથા રાહુલ ઉર્ફે જેકર ઠાકોર, ભાવેશ પંચાલ, સુનિલ ઠાકોર સહિત તેમજ અન્ય પાંચ છ શખ્સો હાથમાં ધોકા, લાકડી અને તલવારો લઈને કમલેશભાઈના ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ તેમને બહાર કાઢી માર મારી બીજા યુવકોએ પથ્થરમારો કરી શેરીમાં આતંક મચાવ્યો હતો.

આતંક-humdekhengenews

હુમલાખોરોની અટકાયત

આ ઉપરાંત પથ્થરમારો કરી તેમજ લાકડી, ધોકા વડે કમલેશભાઈના કાકાના દીકરાની ઇકો ગાડી તેમજ રોડ પર પડેલી રીક્ષાના કાચ તોડી નુકસાન કર્યું હતું. પથ્થરમારો કરી આતંક મચાવતા મહોલ્લાના લોકો એકત્ર થતાં તમામ હુમલાખોરો ધમકી આપી જતા રહ્યા હતા. જે અંગે કમલેશભાઈએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ તાત્કાલિક પગલાં લઈ હુમલો કરનાર ચાર શખ્સોની ધરપકડ કરી અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો :અમદાવાદમાં જોખમ: જમીનો ભરીને ઊભી થતી ઇમારતો તૂટી પડવાની સંભાવના વધુ

Back to top button