બનાસકાંઠા: ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હંગામી દબાણો દૂર કરાયા


પાલનપુર: ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હંગામી સેડ ઉભા કરી વેપાર કરતાં ફેરિયાઓના દબાણો દૂર કરાયા હતા.હાઇવે ઓથોરિટી દ્વારા દબાણ દૂર કરવામાં પણ ભેદભાવ ભરી નીતિ જોવા મળી હતી.
ગરીબોના દબાણો દૂર કરાયા જ્યારે પાકા દબાણો યથાવત
ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજ ના છેડે રિલાયન્સ પંપ નજીક હંગામી શેડ ઊભા કરી વેપાર કરતાં ફેરિયાઓના દબાણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ જગ્યા પર ટ્રાફિક થતો હોવાનું બહાનું આગળ કરી હાઇવે ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે.જ્યારે ડીસામા નેશનલ હાઈવે પર અનેક પાકા દબાણ હટાવવા વર્ષોથી અરજીઓ કરવામાં આવી હોવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવામાં આવતા નથી.
બનાસકાંઠા :હાઈવે ઓથોરિટી દ્વારા ગરીબોના દબાણો દૂર કરાયા#palanpur #palanpurupdate #banaskantha #HighwayAuthority #nationalhighway #Gujarat #Gujaratinews #humdekhengenews pic.twitter.com/Z0HZXXykEl
— Hum Dekhenge News (@humdekhengenews) April 8, 2023
ડીસામાં ભોયણ પાટીયા થી લઈ આ ખોલ ચાર રસ્તા સુધી નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પાક્કા દબાણો થયેલા છે. આમ ગરીબોના દબાણો હટાવતી હાઇવે ઓથોરિટી ને પાક્કા દબાણો દેખાતા નથી. અચાનક ફેરિયાઓ ઉપર દબાણ હટાવ કામગીરીથી કાળજાળ ગરમીમાં વેપાર કરતાં અને પેટીયુ રળતા એરિયાઓની આજીવિકા છીનવાઈ જવા પામી છે.
આ પણ વાંચો :રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી રવિવારે ભારતની મુલાકાતે