ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ગરમીનો પારો 43.7 ડિગ્રી, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ

  • ગરમી વધતા ઓરેન્જ એલર્ટ અપાયું
  • ગરમીના કારણે રસ્તાઓ સુમસામ બનતા કરફ્યુ જેવો માહોલ

પાલનપુર : ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે-ધીરે ગરમીનો પારો પણ ઉચકાવા લાગ્યો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે અસહ્ય ગરમીનો સામનો લોકો કરે છે. તેવામાં અત્યારથી જ ગરમીનો પારો 43.7 ડીગ્રીથી ઉપર પહોંચી જતા આગામી સમયમાં લોકોએ અગનગોળા વરસાવી ગરમીનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે.


ગુજરાતમાં નલીયા બાદ સૌથી વધુ ગરમી દર વર્ષે ડીસા શહેરમાં પડે છે. ત્યારે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ હવે ધીમે ધીમે ઉનાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. ખાસ કરીને હાલમાં ડીસા તેમજ અન્ય તાલુકાઓમાં હાલ ગરમીનું પ્રમાણ વધતાં તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહે છે. જેમાં ગઈકાલે ગરમીનું પ્રમાણ 43.4 ડિગ્રી જેટલું રહ્યું હતું. જે આજે ગુરુવારે 43.7 ડીગ્રી એ પહોંચ્યું હતું.તેના કારણે નેશનલ હાઇવે તેમજ ડીસા શહેરને જોડતા મુખ્ય માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. આજે છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે.

જેના કારણે લોકો ગરમીથી બચવા ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે બજારો પણ ચારજની હજારો લોકોની અવરજવર રહેતી હતી તે પણ હાલ સુમસામ જોવા મળી રહી છે. મોટાભાગે ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. જેના કારણે બપોરના બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રોડ પર જાણે કરફ્યુ જેવો માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ બની જાય છે. જે પણ લોકો પોતાના વાહનો પર ગરમીમાં બહાર નીકળે છે તેઓ માથે ટોપી મોઢા પર રૂમાલ અને હાથમાં મોજા પહેરીને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ હાલમાં મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. તેની સીધી અસર લોકોના જનજીવન પર અને ધંધા રોજગાર પર જોવા મળી રહી છે.

ગરમી અંગે ડીસાના સ્થાનિક રહીશ નિતીન પટેલ અને ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે આમ તો વારંવાર કમોસની માવઠાના કારણે ઉનાળા જેવો અહેસાસ થયો નહોતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કાળજાળ ગરમી પડી રહી છે. ગઈકાલે પણ 43.4 જેટલી ડિગ્રી નોંધાઈ હતી અને આજે પણ અસહ્ય ગરમીના કારણે પરસેવે રેબજેબ થઈ જવાય છે. ઘરની બજાર નીકળતી વખતે પણ મો પણ રૂમાલ બાંધીને નીકળવું પડે છે.’

આ પણ વાંચો : રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો | PM મોદી આવતીકાલે ગુજરાતમાં | કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઇ

Back to top button