ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના રામપુરામાં ગામના પ્રશ્નો ઉકેલવાની TDO ની બાંહેધરી

Text To Speech

 પાલનપુર: ડીસા તાલુકાના રામપુરા ગામે રાત્રી સભા યોજાઇ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનો, તલાટી અને સરપંચ ના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી અને તેના નિરાકરણ માટેની બાંહેધરી આપી હતી

રાત્રી સભામાં ગામના અનેક પ્રશ્નો રજૂ થયા હતા

ડીસા તાલુકાના રામપુરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી આર. એન. રાજપૂતની અઘ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. જેમાં પંચાયતના અધિકારીઓએ ઉપસ્થિત ગ્રામજનોને તમામ વિભાગોની વિવિધ સવલતો અને યોજનાઓ વિષે માહિતગાર કર્યા હતાં. સાથોસાથ સરકાર દ્વારા અપાતી સુવિધાઓ, સેવાઓ અને લાભો વિષે પણ લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી.તાલુકા વિકાસ અધિકારીએ રાત્રિ સભાને સંબોધી હતી અને ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો, રજૂઆતો અને ફરિયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. તેમજ ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓનું જલ્દી નિરાકરણ આવે તે માટેની તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ ખાત્રી આપી હતી.

TDO -humdekhengenews

 

આ પણ વાંચો : બનાસકાંઠા :ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોનો તરખાટ, આખોલ ચાર રસ્તે 7 દુકાનોને નિશાન બનાવી

Back to top button