ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : કંડલાથી ગેસ ભરી રાજસ્થાન જતું ટેન્કર રતનપુરા પાસે પલટી જતા દોડધામ

Text To Speech
  • મોટી દુર્ઘટના ટળી, ક્રેનની મદદથી કલાકોની જહેમત બાદ ટેન્કર ઉભું કર્યું

પાલનપુર : ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર એક ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સદ્દનસીબે ગેસ લીકેજ જેવી કોઈ ઘટના ન બનતા મોટી જાનહાનિ ટળી હતી.

ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આવેલા રતનપુરા ગામના પાટિયા પાસે આજે (સોમવારે ) એક ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.કંડલાથી એચ.પી. કંપનીનો ગેસ ભરી એક ટેન્કર રાજસ્થાનના કોટા ગામે જઇ રહ્યું હતું અને ડીસા તાલુકાના રતનપુરા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલી ગાડીને બચાવવા જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ટેન્કર રોડની સાઇડમાં આવેલી ચોકડીમાં ખાબક્યું હતું. ગેસ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો હોવાની જાણ થતા જ આજુબાજુમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. બનાવને પગલે ભીલડી પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી. તેમજ ગેસ ભરેલું હોવાથી કોઈ આગ લાગવાની દુર્ઘટના સર્જાય તે માટે તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમને પણ ત્યાં બોલાવી હતી. બાદમાં ક્રેનની મદદથી ટેન્કરને ઉભું કરવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે ટેન્કરને ઊભા કરવાની કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. જેથી મોટી જાનહાની ટળતા રાહત કામગીરીમાં જોડાયેલા સ્થાનિક તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા: શિરવાડા ગામનો તલાટી ACBના ચૂંગલમાં; ₹50 હજારમાં તો ઇજ્જત ને…

Back to top button