ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: ડીસામાં શનિવારે નીકળશે તાજીયાનું જુલુસ


પાલનપુર: મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાં નો એક મહોરમ તહેવાર છે. ઈતિહાસ માં જણાવ્યા મુજબ મોહરમ મહિનાની- 10 તારીખે પયંગબર હઝરત મોહમ્મદ નાં પોત્ર હજરત ઇમામ હુસેન કરબલાના મેદાનમાં યુધ્ધમાં શહીદ થયા હતા.
તેણે ઈસ્લામ નાં રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું આ યુધ્ધ ના મેદાન માં તેમની સાથે તેમના (72) સાથીઓ પણ શહીદ થયા હતા આને લઈને મહોરમ નાં દિવસે ઈસ્લામ ધર્મનાં મુસ્લિમ બિરાદરો દર વર્ષેની જેમ આ વર્ષે મહોરમ નાં (10) માં દિવસે ડીસા શહેર ના ડોલીવાસ વિસ્તારમાં શનિવારે તા. 29 જુલાઈ નાં બપોરે ડોલીવાસ થી તાજીયાનું જુલુસ નીકળી ઢેબરરોડ, થઈ મારવાડી મોચીવાસ, અંબાજી મંદિર થઈ લેખરાજ ચારરસ્તા થઈ ને રાજપુર ખાતે સાંજે આ તાજીયાનું જુલુસને ઠંડા કરવામાં આવશે.
આ પણ વાંચો : કારગિલ વિજય દિવસ : સેલેબ્સે કર્યા યોદ્ધાઓને યાદ