બનાસકાંઠા : ડીસામાં સ્વામિનારાયણ કાર્યકરો નો યોજાયો અભિવાદન સમારોહ
બનાસકાંઠા 10 જૂન 2024 : ડીસા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો વિષય પર સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા પારાયણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો હતો. બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડીસા દ્વારા ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે તારીખ 4 જૂનથી 9 જૂન સુધી રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો સમજાવતું અને સમગ્ર હિન્દુ ધર્મને ઉજાગર કરતું પારાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વ્યાસપીઠ ઉપરથી મુખ્ય વક્તા તરીકે ઇન્ટરનેશનલ વક્તા પૂજ્ય જ્ઞાનનયન સ્વામી પારિવારિક એકતાના મૂલ્યો સમજાવ્યા હતા.
આ પર્વના અંતિમ દિને અભિવાદન વક્તા તરીકે બીએપીએસ સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય અમદાવાદના પૂજ્ય વિવેકમુની સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. BAPS સ્વામીનારાયણ સંસ્થા એ સંસ્થા છે જે સનાતન ધર્મ ની જાગૃતિ માટે હંમેશા તત્પર રહેતી હોય છે.જેમાં સંસ્થા દ્વારા પર્વની પુર્ણાહુતિ પ્રસંગે ડીસા શહેર 50 વર્ષ માં પહેલી વાર કાર્યકર સુવર્ણ મહોત્સવ ૧૨૦૦૦ હાજર હરી ભક્તો વચ્ચે ખુબજ ભવ્યતાથી ઉજવ્યો હતો.
આ મહોત્સવ માં એવા કાર્યકરો નું સન્માન કરવા માં આવ્યું જેઓ સનાતન ધર્મ ની રક્ષા માટે સમાજ માંથી વહેમ, વ્યસન અને કુશંગ જેવા દુષણો ને દૂર કરવા માં હંમેશા તત્પર રહેતા હોય છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ઉત્તમ પ્રિયદાસજી તથા સાધુ નિત્ય સેવાદાસજી દ્વારા સમગ્ર આયોજનનું સંચાલન કરાયું હતું. BAPS સ્વામીનારાયણ સંસ્થા 162 પ્રકાર ની અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા સમાજમાં સંપ, સુખદભાવ અને એકતા બનાવી રાખવા માટે હંમેશા તત્પર રહે છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપાયો