બનાસકાંઠા : ડીસામાં સ્વ. રાજીવ ગાંધીની 32 મી પુણ્યતિથિ નિમિત્તે અપાઈ શ્રદ્ધાંજલિ
- કોંગ્રેસ આગેવાનોએ ‘રાજીવ ગાંધી અમર રહો’ના નારા લગાવ્યા
પાલનપુર : ડીસામાં આધુનિક ભારતના ઘડવૈયા તેમજ 21મી સદીના સ્વપ્ન દ્રષ્ટા રાજીવ ગાંધીની 32મી પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
રાજીવ ગાંધીએ એક દ્રષ્ટિકોણ, એક વિચારધારા, એક પરિવર્તન અને એક માનવતાનું નામ છે. તેઓ આધુનિક વિચારો અને વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભુત ક્ષમતા ધરાવતા હતા. ત્યારે ડીસામાં રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યકરોએ તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા, અને રાજીવ ગાંધી અમર રહો ના નારા લગાવી તેમના વિચારોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસ આગેવાન અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતીયાએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ, જેમને ભારતમાં કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિનો પાયો નાખ્યો, 21મી સદીના આધુનિક ભારતના આર્કિટેક્ટ રાજીવ ગાંધીએ આપણને નવી દિશા આપી છે. તેઓ આપણા બધા માટે હંમેશા પ્રેરણાના સ્ત્રોત બની રહેશે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ રાજગોર, પી.વી રાજગોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહી રાજીવ ગાંધીના કાર્યોને યાદ કર્યા હતા. સાથે સાથે તેમના વિચારોને આગળ ધપાવવા અને તેમના બતાવેલા રાહ પર ચાલવા માટેની કટિબદ્ધતા દર્શાવી હતી.
આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલ સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ પર લટકતી તલવાર