બનાસકાંઠા: પાલનપુર માહિતી કચેરીના અધિક્ષકને હિંમતનગર સહાયક માહિતી નિયામકમાં મળી બઢતી
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી પાલનપુરમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતાં નટુભાઇ પરમારને સહાયક માહિતી નિયામક વર્ગ-2 તરીકે હિંમતનગર ખાતે બઢતી મળતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ દ્વારા ભાવભર્યુ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અમિત ગઢવી અને કચેરીના કર્મચારીઓ દ્વારા શ્રીફળ- સાકર અને શાલ ઓઢાડી તેમના સન્માન સાથે હર્ષભેર વિદાય અપાઇ હતી.
નાયબ માહિતી નિયામક અમિત ગઢવી અને કર્મચારીઓએ નટુભાઇ પરમારની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમની કામગીરીને બિરદાવી હતી. નટુભાઇ પરમારે તેમની સરકારી સેવાના સંસ્મરણો વાગોળ્યા હતા.
નટુભાઇ પરમારને વિદાયમાન અપાયું
નટુભાઇ પરમારે સરકારી સેવામાં તા.13/12/1985થી મહેસૂલ અને ગુજરાત વિદ્યુત બોર્ડમાં તથા તા.7/10/1986થી માહિતી અને પ્રચાર એકમ ભિલોડાથી નોકરીની શરૂઆત કરીને 16 વર્ષ જેટલાં લાંબા સમય માટે પ્રચાર એકમોમાં પોતાની સેવાઓ આપી છે. તેમણે ખેડબ્રહ્મા, પાટણ, મોડાસા, મહેસાણા, ગાંધીગનર અને પાલનપુરમાં સરકારી નોકરી દરમ્યાન સાથી કર્મચારીઓ અને મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન જાળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, સિનિયર સબ એડિટર રેસુંગ ચૌહાણ, સુપરવાઇઝર ગુલાબસિંહ પરમાર, માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયક અને જીગર બારોટ, સહાયક અધિક્ષક ઉષાબેન પાધ્યા, ફેલો મુકેશ માળી, કેમેરામેન અશોક ચડોખીયા, ફોટોગ્રાફર પિન્ટુ જેપાલ સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસા ટેકરા વિસ્તારમાંથી રિવોલ્વર સાથે ત્રણ શખ્સો ઝડપાયા