બનાસકાંઠા: ડીસામાં પ્રતિબંધ છતાં જાહેરમાં ઘાસનું વેચાણ થતું બંધ કરાવવા રજૂઆત
પાલનપુર: ડીસા શહેરમાં જાહેરમાં ઘાસ વેચવા પર મુકેલો છે. તેમ છતાં ડીસાના શિવ નગર, સ્પોર્ટ ક્લબ વિસ્તારમાં જાહેરમાં ઘાસનું વેચાણ થતું હોવાથી શિવનગર અને સિલ્વર પાર્ક સોસાયટીના રહીશોએ આવેદનપત્ર આપી ઘાસનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરી છે.
ડીસાના શિવ નગર તથા સિલ્વર સોસાયટીના રહીશોએ આવેદનપત્ર આપ્યું
ડીસામાં રખડતા ઢોરોનો આતંક પુષ્કળ પ્રમાણમાં વધી જતા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસ ને અંકુશમાં લેવા ડીસાના સબ ડિજિટલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ખુલ્લામાં ઘાસ વેચવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મુકેલો છે. જેમાં અગાઉ પોલીસ દ્વારા જાહેરમાં ઘાસ વેચતી ત્રણ જેટલી મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.
જોકે હજુ પણ ડીસાના સ્પોર્ટ ક્લબ, શિવનગર,બરફની ફેક્ટરી પાસે વગેરે વિસ્તારોમાં જાહેર માર્ગો પર ખુલ્લેઆમ ઘાસ વેચાઈ રહયુ હોવાથી આ જગ્યા પર રખડતા ઢોરો આખલાઓનો જમાવડો થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ રાહદારીઓને નીકળવું મુશ્કેલ થઈ પડે છે જ્યારે રખડતા ઢોરો આખલાઓ જાહેરમાં બાખડતા લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાય છે તેમજ વાહનોને પણ નુકસાન કરે છે.
આથી આ જગ્યા પર જાહેરમાં ઘાસ વેચવા વેચનાર સામે કાર્યવાહી કરી ઘાસ વેચાતું બંધ કરાવવા શિવ નગર તેમજ સિલ્વર પાર્ક સોસાયટીના રહીશોએ ડીસાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.
આ પણ વાંચો : ભારતમાં રૂ.1.50 લાખ કરોડના રોકાણ સાથે શરૂ થનાર સેમિકન્ડક્ટર પ્લાન્ટની ડીલ ઉપર પૂર્ણ વિરામ મુકાયુ !