બનાસકાંઠા : ડીસાની એન્જલસ સ્કૂલના વિદ્યાર્થીઓએ 1008 દીવડાઓથી ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવ્યું


પાલનપુર : ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં ગત રાત્રે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 700 જેટલા વિદ્યાર્થીઓએ હજારો દીવડાઓથી ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
આજથી સમગ્ર દેશમાં દિવાળીનો ઉત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે ડીસામાં આવેલી એન્જલ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર એવા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. ધોરણ 6 થી 10 માં અભ્યાસ કરતા 700 જેટલા વિદ્યાર્થીઓએ સતત પાંચ કલાક સુધી મહેનત કરી ભગવાન શ્રીરામ અને સીતા માતાનું લખ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ ગ્રુપમાં બેસી 1008 દિવડાઓથી જય શ્રી રામ અને સીતા માતા લખ્યું હતું. રાત્રિના સમયે ઝગમગતા દીવાઓથી બનેલા ભગવાન શ્રીરામ અને સીતા માતાના ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં રૂપિયા 2.94 કરોડના ખર્ચે નવું સર્કિટ હાઉસ બનશે