ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દિવ્યાંગો રમત ગમત ક્ષેત્ર ઝળક્યાઃ ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીઓ ને રૂ. 2,00,000 નો અપાશે પુરસ્કાર

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. કે. જોષીના પ્રોત્સાહન તેમજ નિલેશ દેસાઈ કોચના સતત પ્રયત્નોથી બનાસકાંઠામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ક્ષેત્રે રમત ગમત ક્ષેત્રમાં આગવી ઓળખ મેળવી છે. જિલ્લામાંથી 2જી નેશનલ સીપી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2023ના અનુસંધાને નવી દિલ્હી ખાતે તા. 25 થી 28 એપ્રિલ-2023 દરમિયાન ચૌધરી ગોવિંદ ભુરાભાઈ ગામ બુરાલે ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ, વડગામ તાલુકાના કોદરામ ગામના ચૌધરી દિક્ષિત મુકેશભાઈ અને ઠાકોર સિધ્ધરાજ પ્રવિણજીએ ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યા છે. જ્યારે ચક્ર ફેંક રમતમાં ચૌધરી વર્ષાબેન શામળજીએ સિલ્વર મેડલ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

સિલ્વર મેડલ વિજેતાને રૂ. 1 લાખ, બ્રોન્ઝ મેડલ વિજેતાને રૂ. 50, 000 નો પુરસ્કાર કરાશે એનાયત

100મીટર દોડ= ગોલ્ડ મેડલ F37 લાંબી કૂદ= ગોલ્ડ મેડલ 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ઠાકોર સિધ્ધરાજ પ્રવિણજી ગામ કોદરામ, ભાલા ફેંક બ્રોન્ઝ મેડલ F37 100 મીટર દોડ બ્રોન્ઝ મેડલ પરમાર ગગદાસ થાનાભાઈ ગામ જેતડા, ચક્ર ફેંક= બ્રોન્ઝ મેડલ F57 21મી નેશનલ પેરા-એથલેટિક ચેમ્પિયનશિપ પુણે 2022-23માં ઠાકોર નિશાબેન શ્રવણજી, 100મીટર દોડ= ગોલ્ડ મેડલ (T44) લાંબી કૂદ=બ્રોન્ઝ મેડલ તેમજ 7મી બોકિયા સિનિયર, જુનિયર અને સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2022-23માં ચૌધરી ગોવિંદ ભુરાભાઈએ ગોલ્ડ મેડલ (BC-1), રબારી રાવતાભાઈ અજાભાઈએ બ્રોન્ઝ મેડલ (BC-2) મેળવેલ છે.

આ તમામ ખેલાડીઓ કે જેઓ ગોલ્ડ મેડલ વિજેતા છે તેમને સરકાર તરફથી રૂ. 2,00,000 નો પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમજ સિલ્વર મેડલ વિજેતાને રૂ. 1 લાખ રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જ્યારે બ્રોન્ઝ મેડલ વિજેતાને રૂ. 50,000 નો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તેમજ રમત ગમત ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓને સરકારી નોકરીઓમાં પણ અગ્રતાક્રમ આપવામાં આવે છે.

આ પણ વાંચો :  AMTS: અધિક માસમાં ધાર્મિક પ્રવાસ બસ સેવા શરૂ, નક્કી કરો તમારો રૂટ

 

Back to top button