ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા : દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ મતદારો માટે વિષેશ વ્યસ્થા

પાલનપુર : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. બનાસકાંઠા જિલ્લામાં તા.5 ડિસેમ્બર’22ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીની કામગીરી માટે વિવિધ ટીમો હાલમાં કાર્યરત છે. આ ટીમો પર વોચ રાખવા માટે જિલ્લામાં ઓબ્ઝર્વર્સનું આગમન થયું છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.

એક્સીસીબીલીટી ઓબઝર્વર જેનુ દેવનએ વ્યસ્થાઓનું નિરીક્ષણ કર્યું

ત્યારે આજે જિલ્લા સેવા સદન ખાતે એક્સીસીબીલીટી ઓબઝર્વર જેનુ દેવનની અધ્યક્ષતામાં PWD ના નોડલ ઓફિસર્સ, હેલ્થ ઓફિસર અને જિલ્લાની તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ અને નાયબ મામલતદારો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ઓબ્ઝર્વર એ ચૂંટણીલક્ષી તમામ બાબતોની માહિતી અને વિગતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ સાથે સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.

વૃદ્ધ અશક્તોની જરૂરિયાતો પૂછી વ્યવસ્થાઓ ગોઠવવા નિર્દેશ

એક્સીસીબીલીટી ઓબઝર્વર જેનુ દેવને દિવ્યાંગ મતદારો તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન્સ મતદારો માટે મતદાન મથકો પર શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની જાણકારી મેળવી હતી. તેમજ આવા મતદાન મથકો પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સહાયક, વ્હીલચેર, રેલિંગ, ગાડી સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં BLO દ્વારા મતદારોને મતદાનની સ્લીપ આપતી વખતે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ, વૃદ્ધ અશક્તોની જરૂરિયાતો અંગે પૂછી તે મુજબ વ્યવસ્થાઓ ગોઠવાય તેવા દિશા નિર્દેશ કર્યા હતા.

સિનિયર સિટીઝન્સ પ્રત્યે સંવેદનશીલ વર્તન રાખવા સુચના

આ બેઠક અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો નવ વિધાનસભા મતવિસ્તાર ધરાવે છે અને સંખ્યાત્મક રીતે પણ મોટો જિલ્લો છે ત્યારે ઓબ્ઝર્વરની સૂચનાનું અક્ષરસ પાલન કરવા ઉપસ્થિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી. દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટીઝન્સ પ્રત્યે સંવેદનશીલ વર્તન રાખી આવા મતદારોમાં તંત્રની સુવિધાઓ અને વ્યવસ્થાઓ પ્રત્યે સહાનુભૂતિનો ભાવ પેદા થાય એવું આયોજન કરવા તાકીદ કરી હતી. વધુમાં કલેકટર એ ચૂંટણીલક્ષી તમામ બાબતોની અપડેટથી ઓબ્ઝર્વરને અવગત રાખી સુચારુ આયોજન થશે એવી ખાત્રી આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપથી પાટીદારો કેટલા ખુશ છે? ગ્રામ્ય વિસ્તારના મતદારોનો મૂડ જાણો

Back to top button