ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓનું કરાયું સન્માન

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ઘણા વર્ષોથી સર્વોતમ સેવા આપતા નાગરભાઈ પરમાર તેમજ મંત્રી મોહમ્મદભાઈ મંડોરીનું શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દિવ્ય જ્યોતિ ચક્ષુ બેંક ડીસાના મફતલાલ મોદી દ્વારા સાફો,સાલ તેમજ સન્માનપત્રથી સન્માન જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું હતું.

જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં નિવૃત મહિલા પ્રિન્સિપાલ કમળાબેન મોઢને પણ સાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં. કાર્યક્રમના પ્રારંભે સિનિયર સીટીઝન ગ્રુપના પ્રમુખ રસિકભાઈ ચાંપાનેરી તેમજ હસુમતીબેન પ્રજાપતિએ ભજન ગાઈ શુભારંભ કર્યો હતો. મફતલાલ મોદીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન, વસિયતનામું તેમજ સેવાકીય કાર્યો વિષે વિગતવાર સમજ આપી હતી. સન્માનિત પદાધિકારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.આનંદ સત્સંગ પરિવાર ડીસાના પાયોનિયર જયંતિભાઈ ઓઢાવાળા, જાણીતા કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજ તેમજ કાર્યક્રમ અધ્યક્ષ કનુભાઈ આચાર્યે શુભેચ્છાઓ પાઠવી પોતપોતાનાં વકતવ્યો રજૂ કર્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ રીતે રસપ્રદ શૈલીમાં સંચાલન નિવૃત ફોરેસ્ટ ઓફિસર ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંકલન ચંદુભાઈ એટીડીએ કર્યું હતું.આ શુભ અવસરે ખૂબ જ સારી સંખ્યામાં પેન્શનર્સ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.જલારામ મંદિર ડીસાની સેવાકીય પ્રવૃતિઓ તેમજ ભોજન સેવાથી પ્રભાવિત થઈ બે દાતાઓએ રૂપિયા 7200/- નું યોગદાન જાહેર કર્યું હતું.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ પાસેથી અધિકારો છીનવીને તમે શું સંદેશ આપવા માંગો છો? નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમ પર ખડગે ગુસ્સે

Back to top button