ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: સુઇગામ તાલુકામાં ભારે પવનથી અનેક મકાનોના પતરાં ઉડ્યા

Text To Speech

પાલનપુર: સમુદ્રમાં સાયકલોનીક સિસ્ટમને લીધે સર્જાયેલ બીપોરજોય વાવાઝોડું ગુજરાત ના દરિયા કિનારે લેન્ડફોલ થયું હતું. ત્યારબાદ ગુરુવારે બપોરે બાદ તોફાની પવન સાથે સરહદી સુઈગામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેને લઈ અનેક મકાનોના પતરાં ઉડ્યા હતા અને ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.

બીપોરજોય વાવાઝોડું-humdekhengenews

ગ્રામિણ વિસ્તારોમાં ઠેરઠેર વૃક્ષો ધરાશાયી

જેમાં દુધવા ગામના વિનોદભાઈ મકવાણા અને તેજાભાઈ ઠાકોર ના મકાનના પતરાં ઉડ્યા હતા. જ્યારે જોરાવરગઢ અને ડાભી ગામમાં પણ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના મકાનના પતરાં ઉડ્યા હતા. મોરવાડા ગામમાં રબારી બબાભાઇનું કાચું મકાન પડી ગયું હતું. તો ડાભી ગામમાં એક પણ મકાન ધરાશાયી થયું હતું.

બીપોરજોય વાવાઝોડું-humdekhengenews

તો નવાપુરા ગામમાં પણ એક વિલાયતી નળિયા વાળા મકાનના નળિયા ઉડતા નુકશાન થવા પામ્યું હોવાની વિગતો સાંપડી છે. જોકે કોઈ જગ્યાએ જાન માલને નુકશાન થયાની વિગતો મળી નથી. જ્યારે દુધવા રાજપુરા વચ્ચે અનેક વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી,તેમજ હરસડ થી માધપુરા સિંગલ પટ્ટી રોડ પર ઠેરઠેર બાવળ તેમજ વૃક્ષો પડતા વાહન ચાલકો અટવાયા હતા,સ્થાનિક તંત્ર અને લોકો દ્વારા રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બીપોરજોય વાવાઝોડું-humdekhengenews

નીચાણ વાળા વિસ્તારોમાં કે જ્યાં પાણી ભરાય છે,તેવા લોકો માટે ગામે ગામ સેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ છે. જોકે બોરું ખાતે મીઠાના અગરમાં કામ કરતા મજૂરો તેમજ ડ્રાઇવરો મળી 300 જેટલા લોકોને સલામતીના ભાગરૂપે બોરું ની કસ્તુરબા કન્યા વિધાલયમાં આશ્રય અપાયો છે.

વરસાદમાં બીએસએફ ના જવાન વરદીમાં તરબતર છતાં અડીખમ

ભારત પાક. આંતરરાષ્ટ્રીય બોર્ડર નડાબેટ નજીક જીવન પર્યંત કર્તવ્યના સૂત્રને સાર્થકતા થી નિભાવતા BSF ના જવાનો , હાલે ‘બિપોરજોય’ વાવાઝોડાં નો ખતરો તોળાઈ રહ્યો છે,અને એની અસર પણ સરહદી વિસ્તારોમાં શરૂ થઈ ગઇ છે,તોફાની પવનો અને વરસાદ ચાલુ થઈ ગયો છે.

બીપોરજોય વાવાઝોડું-humdekhengenews

વરસાદમાં બીએસએફ ના જવાનની વરદી તરબતર હોવા છતાં પણ અડીખમ ઉભા રહી સરહદો પર કડી નજર રાખી રહ્યા છે, વાવાઝોડા અને વરસાદની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદોની રખવાળી કરતાં દેશના ઝાબાજ સિપાઈઓ ને સેલ્યુટ..

આ પણ વાંચો :પાટણ જિલ્લામાંથી 2788 લોકોનું સ્થાળાંતર; આજ સાંજથી છે ધોધમાર વરસાદની આગાહી

Back to top button