બનાસકાંઠા: બનાસ ડેરીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી પહેલા શંકરભાઈ ચૌધરીએ માના લીધા હતા આશીર્વાદ
પાલનપુર: અરવલ્લીની ગિરિમાળાઓમાં વિરાજમાન મા અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માના દર્શનાર્થે આવી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. શક્તિપીઠ અંબાજી ખાતે કોઈપણ નેતા અભિનેતા કે પછી વીવીઆઈપી પણ માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માનો આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે.
વહેલી સવારે જ મંદિરમાં પહોંચી માતાજીના દર્શન કર્યા
આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મા જગતજનની અંબાના દર્શન કરી માતાજી જોડે આશીર્વાદ મેળવ્યા હતા. શંકરભાઈ ચૌધરી ગઈ મોડી રાત્રે અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે આજે સવારે માતાજીના મંદિર પહોંચ્યા હતા. મંદિર પહોંચતા મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું ખેસ પહેરાવી અને તિલક કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શંકરભાઈ ચૌધરી માતાજીના ગર્ભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી માના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. આમ બનાસ ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી પહેલા શંકરભાઈ ચૌધરી માતાજીથી પ્રાર્થના કરવા અને મા જગતજનનીનો આશીર્વાદ મેળવવા અંબાજી પહોંચ્યા હતા.
આ પણ વાંચો :વેરાવળના તબીબ ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદના પિતાની આગોતરા જામીન અરજી નામંજૂર