બનાસકાંઠા: ડીસા માર્કેટ યાર્ડના સર્વિસ રોડ પાસે ગટર ચોકઅપ, ગટરના પાણી રોડ ઉપર ઉભરાયા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઓવર બ્રિજને સમાંતર આવેલી ગટર લાઈન ચોકઅપ જેવી સ્થિતિમાં છે. ગુરુવારે બપોરે સામાન્ય વરસાદમાં રોડની બંને સાઈડ વરસાદી પાણી રેલાયા હતા, ત્યારે ચોકઅપ થયેલી ગટરના પાણી સર્વિસ રોડ ઉપર ફરી વળતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વાહન ચાલકો અને રાહદારીઓને પડી રહી છે હાલાકી
ડીસાના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ આવેલો છે. જેનો શાળાએ જતા બાળકો, વેપારીઓ અને સોસાયટીના રહીશો તેનો ઉપયોગ કરે છે. ત્યારે ડીસાના ઓવરબ્રિજના છેડાથી માર્કેટયાર્ડ સુધી આવેલા સર્વિસ રોડ પાસે વરસાદી અને ગંદા પાણીનો નિકાલ થાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટર બનાવવામાં આવી છે. પરંતુ આ ગટરની સફાઈ ના અભાવે કચરો ભરાઈ જવાથી ગટર ચોકઅપ થઈ જવા પામી છે. જેમાં સામાન્ય કહી શકાય તેવો અને સિઝનનો પ્રથમ વરસાદ ગુરુવારે બપોરે થયો હતો. પરિણામે ગટરમાં વહેતા થયેલા વરસાદી પાણી ઉભરાઈને બહાર નીકળ્યા હતા. જે સર્વિસ રોડ ઉપર વહેવા માંડ્યા હતા. જેથી આ વિસ્તારમાં તળાવ જેવું દ્દશ્ય સર્જાયું હતું, અને સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો હતો.
ડીસા માર્કેટ યાર્ડના સર્વિસ રોડ પાસે ગટર ચોકઅપ, ગટરના પાણી રોડ ઉપર ઉભરાયા#deesa #apmc #ServiceRoad #sewer #viralreels #viralvideo #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/QIUyA8qhtP
— Hum Dekhenge News (@humdekhengenews) July 20, 2023
તંત્ર દ્વારા ગટર સફાઈ પ્રત્યે નિષ્કાળજી
જેથી આ સર્વિસ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ને ત્યાંથી પસાર થવું ભારે મુશ્કેલ બન્યું હતું. ગટર સતત ઉભરાઈ જવાથી આ વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું છે. આ જાહેર માર્ગ ઉપર અનેક હોટલો અને રેસ્ટોરન્ટ આવેલી છે. જેનું ગંદુ પાણી પણ આ ગટરમાં ઠલવાઈ રહ્યું છે. જેથી ચોમાસાના સમયમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. ત્યારે જે હોટલો કે રેસ્ટોરન્ટના માલિકોએ ગેરકાયદેસર રીતે ગટરમાં જોડાણ કર્યું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીએ કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.
NHAI ની ઘોરબેદરકારી છતી થઈ
જ્યા ઉલ્લેખનિય છે કે, આ ગટર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તે માટે બનાવવામાં આવી હતી કે, રોડ પર કોઈ ગંભીર અકસ્માત સર્જાય ન સર્જાય. કેમ કે રોડ પર પાણી અને ગંદકીના કારણે બાઈક જેવા નાના સાધનો સ્લીપ ખાઇ જતાં હોય છે, તો પાણીના કારણે રોડ પર ખાડા પડી જવાના કારણે મોટા સાધનો તેમાં ખાબકી જતાં હોય છે. પરંતુ જે સમસ્યાનું સમાધાન કરવા માટે ગરટ બનાવવામાં આવી હતી, તે જ સમસ્યા હવે ગટરના કારણે જ ઉદ્દભવી રહી છે. એક વખત ફરીથી ગટરનું પાણી રોડ પર આવી જતાં માર્કેટયાર્ડ પાસેના આ સર્વિસ રોડ પર વરસાદ સિવાયના સામાન્ય દિવસોનો પણ ગંદા પાણી અને માટી રોડ ઉપર ફરી વળતાં સર્વિસ રોડ જ ગાયબ થઈ ગયો હોય તેવી તેવા દ્રશ્ય સર્જાય છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી અને તંત્રએ વહેલી તકે આ ઘોર બેદકારી સહિત આ ગંભીર પ્રશ્નનો ઉકેલ લાવવાની જરૂર છે.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખુલાસો: જેની કાર લઈને નિકળ્યો હતો તથ્ય તેનો પણ છે ગુનાહિત ઇતિહાસ, CBI કરી રહી છે તપાસ