બનાસકાંઠા : ડીસાના ઝાબડીયામાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર
- પોલીસે રૂ.37000 ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો
બનાસકાંઠા 22 જૂન 2024 : ડીસા તાલુકાના ઝાબડીયા ગામમાં રહેણાંક મકાનના આગળના ભાગે ખુલ્લામાં જુગાર રમતા સાત શખ્સોને ડીસા તાલુકા પોલીસે ઝડપી લઇ રૂપિયા 37 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ત્રણ જુગારીઓ નાસી છૂટ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ડીસા તાલુકાના ઝાબડીયા ગામે રહેતા જબ્બરસિંગ સમરાજી ઠાકોર પોતાના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં આગળના ભાગે વરંડામાં જુગાર રમાડતો હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. જેથી પોલીસે ખાનગી વાહનમાં આવી રેડ કરતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસ ભાગમતી હતી પોલીસે સાત શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા .પોલીસે રૂપિયા 17000 ની રોકડ તેમજ મોબાઈલ સહિત રૂ.37000 ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.જ્યારે તમામની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ મથકે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલ જુગારીયાઓ
(1) મોઘજીભાઈ મફાજી સોલંકી
(2) ટીનાજી મદારજી પરમાર
(3) માનસિંગ દેવુસિંગ સોલંકી
(4) દીપસિંગ ઘેનુજી સોલંકી
(5) લક્ષ્મણસિંહ ફતાજી સોલંકી
(6) દીનાજી ભૂપતજી પરમાર
(7) દિનેશજી ચેનજી સોલંકી
(8) વાલમજી કાનજીજી ઠાકોર
(9) ટીનાજી ખુમાજી ઠાકોર
(10) જબ્બરસિંહ સમરાજી ઠાકોર ( તમામ રહેવાસી જાબડીયા, તાલુકો ડીસા )
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં યોજાઈ ભગવાન શ્રી જગન્નાથની મોસાળ યાત્રા