બનાસકાંઠા: ડીસામાં જાહેરમાં જુગાર રમતા સાત શકુનિઓ ઝડપાયા


પાલનપુર: શ્રાવણ મહિનાની શરૂઆત પૂર્વેજ ડીસામાંથી જુગારીયાઓ પકડાવવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં ડીસા શહેર ઉત્તર પોલીસે ધુળીયાકોટ વિસ્તારમાંથી ખુલ્લામાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શ્રાવણ માસ અગાઉ શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ
બકરી ઈદ નિમિત્તે ડીસા શહેરમાં પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી અને ડીસા શહેર ઉત્તર પોલીસની એક ટીમ ધૂળિયાકોટ વિસ્તારમાં હતી તે સમયે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે ધુળીયાકોટથી વડલી ફાર્મ જવાના રસ્તા પર આવેલા સોનેશ્વર કોલ્ડ સ્ટોરેજ પાસે પહોંચતા ખુલ્લામાં કેટલાક શખ્સો કુંડાળું કરી જુગાર રમતા હતા.જેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડયા હતા.
પોલીસે જાહેરમાં જુગાર રમતા રમેશ નાગજીભાઈ ઠાકોર, સત્તરસિંગ ભલસિંગ દરબાર, સાગરભાઇ બચુજી ઠાકોર, વિનોદભાઈ મગનભાઈ માજીરાણા, પીન્ટુ ઉર્ફે મરઘો નાગજીભાઈ ઠાકોર, મહેન્દ્ર ભાઈ મોહનલાલ સોલંકી, વીરાભાઇ ગણેશભાઈ લુહાર સહિત 7 શખ્સોને જુગારના સાહિત્ય અને રોકડ સાથે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :બેગ છે કે કોહિનૂર! મીઠાના દાણા કરતા નાની સાઇઝની બેંગની 51 લાખમાં થઈ હરાજી, જાણો ખાસિયત