ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દાંતાના વજાસણ આંગણવાડીમાં સાત ફૂટ લાંબો સાપ ઘૂસ્યો

Text To Speech

પાલનપુર: એ સાપ આવ્યો…. સાપ આવ્યો.. જ્યારે અચાનક સાપ સામે આવે ત્યારે સામાન્ય રીતે આવી બુમાબુમ થતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના આદીવાસી વિસ્તાર દાંતા તાલુકાની એક આંગણવાડીમાં પણ આવી જ ઘટના બની હતી. અહીંના વજાસણ ગામની આ ઘટના છે. અહીંની આંગણવાડીમાં જ્યારે બાળકો હાજર હતા ત્યારે એકાએક આ આંગણવાડીમાં સાપ ઘુસી આવવાની ઘટના સામે આવી હતી.

સાત ફૂટ લાંબો સાપ-humdekhengenews

આ ઘટનાની બાળકો તેમજ સ્ટાફને જાણ થતા જ તમામ બાળકોને આંગણવાડીના રૂમમાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ સાપને પકડવા માટે સ્નેક કેચરને બોલાવવામાં આવ્યો હતો. જેને સાત ફૂટ લાંબા સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

સાત ફૂટ લાંબો સાપ-humdekhengenews

આંગણવાડીમાં અચાનક જ ઘૂસેલા સાપથી બાળકો અને સ્ટાફ ભયભીત બની ગયા હતા. જંગલ વિસ્તાર હોવાથી અવાર – નવાર જંગલી જીવજંતુઓ આ રીતે રહેણાંક વિસ્તારમાં નજરે પડતા હોય છે. જોકે સાપને પકડી લેવામાં આવતા બાળકો અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

Back to top button