બનાસકાંઠા: ડીસા માર્કેટયાર્ડમાં પ્રથમવાર ચેરમેન માટે ડિરેકટરો અને પાર્ટીના હોદેદારોના સેન્સ લેવાયા


પાલનપુર: ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આગામી 10 જુલાઈએ ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા પ્રથમવાર ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટાયેલા ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં બીજા નંબરે મોખરાનું સ્થાન ધરાવતી ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આગામી 10 જુલાઈના રોજ઼ યોજાનાર છે, ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપની નીતિ અને નિયમ અનુસાર ડીસા માર્કેટયાર્ડના રેસ્ટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી અને જિલ્લા પ્રભારી જ્યંતિભાઈ કાવડીયા દ્વારા ચૂંટાયેલા તમામ 16 ડિરેકટરો અને ભાજપના હોદેદારોના એકપછી એક સેન્સ લેવાયા હતા.
15 ડિરેકટરો એક જૂથ થયા ગોવાભાઈ રબારીને બાકાત રાખ્યા
નિરીક્ષક અને આગેવાનોએ પાર્ટીના મેન્ડેડ બાદ જૅ નિર્ણયલે તેમાં સહમત રહેવા ડિરેકટરોને સૂચના અપાઈ હતી. તો ડિરેકટરોએ પણ પોતાની માંગણી રજુ કરી હતી.જેમાં જ્યંતિભાઈ કાવડીયાને સામુહિક રજુઆત સમયે ગોવાભાઈ રબારીને બાકાત રાખવામાં આવ્યા હતા. અને વર્તમાન ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની આગેવાનીમાં રજુઆત કરાઈ હતી.જોકે ગોવાભાઈને બાકાત રાખતા તમામ 15 ડિરેકટરો ગોવાભાઈ રબારીના વિરોધમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.
પૂર્વ મંત્રી જ્યંતિભાઈ કાવડીયાએ લીધા સેન્સ
આ બાબતે પૂર્વ મંત્રી અને પ્રભારી જ્યંતિભાઈ કાવડીયા એ જણાવ્યું હતું કે તમામ પાર્ટીને માનનારા ડિરેકટરો છે અને જેને પણ મેન્ડેડ આપે તેની સાથે રહેવાની ખાત્રી પણ આપી છે. જોકે ગોવાભાઈનો કોઇ વિરોધની રજુઆત મારી સમક્ષ હજુ સુધી થઈ નથી. અને માર્કેટનો વહીવટ પારદર્શક થાય તેવા વ્યક્તિને પાર્ટી કમાન સોંપશે તેમ જણાવ્યું હતું.
ડીસા માર્કેટયાર્ડમાં લેવાયેલ સેન્સ સમયે ધારાસભ્ય પ્રવીણ માળી, ભાજપના મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, કનુભાઈ વ્યાસ, શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :Chandrayaan 3 આ તારીખે થશે લોન્ચ, ISROએ માહિતી આપી