બનાસકાંઠા: પાલનપુરની સ્વસ્તિક સાળવી પ્રાથમિક શાળામાં બેલેટથી શાળા પંચાયતની ચૂંટણી યોજાઇ
પાલનપુર: સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન સાળવી પ્રાથમિક શાળા ખાતે બાળકો લોકશાહીનું મહત્વ સમજે એ માટે થઈને શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં લોકશાહીના ગુણોનો વિકાસ થાય અને લોક પ્રતિનિધિત્વ કરી લોકસેવાની ભાવના કેળવાય એવા શુભાશય સાથે આયોજીત શાળા પંચાયતની ચુંટણીમાં ધોરણ 6 થી 8 ના તમામ વર્ગના ચુંટાયેલા વર્ગ પ્રતિનિધિઓમાંથી ચાર ઉમેદવારોએ શાળા પંચાયાતના પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી.
જેમાં બેલેટ પેપર,મત કુટીર,ચુંટણી અધિકારી,સુરક્ષા અધિકારી વગેરેની પણ નિમણુંક સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વર્ગ પ્રતિનિધિઓએ પોતાના મત આપ્યા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. શાળા પંચાયતના પ્રમુખ તરીકે ઉત્પલ પટેલ, ઉપપ્રમુખ તરીકે ભવ્ય પટેલ અને મહિલા પ્રતિનિધિ તરીકે વૃષિ પટેલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ વિજેતા પ્રતિનિધિઓએ વાજતે ગાજતે સરઘર કાઢી સૌ વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત દ્વારા કરવામાં આવ્યુ હતું.